વૈવિધ્યપૂર્ણ ભારત’ની જનતાનો સિક્કો, કંપનીઓને બદલવી પડે છે આ રીતે પ્રોડક્ટ માર્કેટિંગ

નવી દિલ્હીઃ પંજાબમાં લોકો ચા એક્સ્ટ્રા દૂધ સાથે પીવાનું પસંદ કરે છે, તો આને ધ્યાનમાં રાખતા હિંદુસ્તાન યૂનિલીવર રાજ્યમાં સ્ટ્રોંગ બ્લેંડ વાળી ચા વેચે છે. દેશભરમાં બ્રાંડ નેમ આ જ રહે છે પરંતુ ચા ક્ષેત્ર અનુસાર બદલાતી રહે છે. હકીકતમાં આ આઈક્રો માર્કેટ યુગ છે કે જ્યાં સાઈઝ તમામ માટે ફિટ નથી હોતી અને કંપનીઓ એક-એક રીજન પર પોતાનું વર્ચસ્વ બનાવવા માટે કામ કરી રહી છે.

એક વિશેષજ્ઞએ કહ્યું કે પાછળ જાઓ અને દક્ષિણ મુંબઈની તુલના ઉપનગરીય મુંબઈ સાથે કરો. ગ્રાહકોની પ્રોફાઈલમાં મૌલિક બદલાવ થયો છે. તેમની પસંદ અને બજેટ અલગ છે એટલા માટે અલગ-અલગ રીતે સ્ટોક રાખવામાં આવે છે. કંપનીઓ માટે પડકાર એ છે કે તેઓ આ સ્ટોકને કયા પ્રકારથી યોગ્ય સ્તર પર બનાવી રાખે. જો તમે આમ કરવામાં સફળ રહો છો તો પછી તમે ગ્રાહકોને ખૂબ અલગ રીતે સર્વિસ આપવામાં સક્ષમ હોવ છો.

એક-એક ઈંચની લડાઈ આંશિક રુપથી ટેક્નિક દ્વારા ચાલી રહી છે. શરુઆતમાં એફએમસીસીની અગ્રણી કંપનીઓ અભેદ્ય સ્થિતીમાં હતી. તેમના વિતરણ અને સંચાર, તેમજ તેમની બ્રાંડ ઈક્વિટીએ નવા ખેલાડીઓને બહા રાખ્યા. પરંતુ હવે કોઈપણ નવી કંપની સોશિયલ મીડિયા પર ગ્રાહકોનું ધ્યાન ખેંચી શકે છે. આણે ભલે જ બ્રાંડ પ્રત્યે લોકોની નિષ્ઠાને કમજોર નથી કરી પરંતુ નવી બ્રાંડ્સને ટ્રાય કરવાનો દર વધારે છે.

એચયૂએલ આ બદલતા સત્યથી જાગી ચૂક્યું છે અને વિનિંગ ઈન મૈની ઈન્ડિયાઝની રણનીતિ પર કામ કરી રહ્યું છે જેણે દેશને 14 ક્લસ્ટરમાં રાખ્યો છે. બીજી બાજુ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ કોન્ક્વેરિંગ માઈક્રો માર્કેટ્સને ચરણોમાં લોન્ચ કરી રહ્યું છે અને ડાબર ઈન્ડિયાએ પોતાના પ્રોજેક્ટ રાઈઝને પણ કતારમાં રાખેલા છે જે દેશને 12 ભૌગોલિક ક્લસ્ટરમાં જોવે છે.

વિશેષજ્ઞોનું માનીએ તો જીડીપીને જોઈએ તો વિભિન્ન રાજ્ય અલગ-અલગ પ્રકારથી વિકાસ કરી રહ્યા છે ચાહે તે આધારભૂત સંચરના હોય કે કૃષી. છત્તીસગઢ અને તમિલનાડુ સંચરનાગર રીતે અલગ છે, ચાહે તે જીડીપી પેટર્ન હોય, ઈનકમ પ્રોફાઈલ અથવા ગ્રાહકોની આદતો. જે છત્તિસગઢ માટે રણનીતિ યોગ્ય છે તો જરુરી નથી કે તે તમિલનાડુ માટે પણ હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]