લોકસભામાં ચર્ચા વગર જ નાણાં વિધેયક-બજેટ પાસ

નવી દિલ્હીઃ લોકસભાએ આજે ચર્ચા કર્યા વગર અને હોબાળા વચ્ચે નાણાકીય વિધેયક 2018ને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં અલગ અલગ મંત્રાલયો અને વિભાગોની 99 જેટલી માગણીઓને ગિલોટિન દ્વારા મંજૂરી આપવામાં આવી. અત્યારના વર્ષોમાં સંભવિત રીતે પ્રથમવાર એવું બન્યું છે કે સંપૂર્ણ બજેટ ચર્ચા વગર જ લોકસભામાં પાસ થયું હોય. સદને ધ્વનિમતથી વિપક્ષના અલગઅલગ કપાતના પ્રસ્તાવોને નામંજૂર કરી દીધા અને સાથે જ 21 સરકારી સંશોધનોને પસાર કર્યા.

હવે આ બિલને રાજ્યસભામાં મોકલવામાં આવશે. કારણકે આ નાણાં વિધેયક છે જે રાજ્યસભામાં 14 દિવસમાં મંજૂર ન થવા પર પસાર થયેલું માનવામાં આવશે. ત્યારબાદ આને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. લોકસભામાં નાણાંપ્રધાન અરુણ જેટલીએ નાણાં વિધેયક 2018ને રજૂ કર્યું હતું.

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ, પીએનબી ફ્રોડ કેસ મામલા સહિત અલગ અલગ મુદ્દાઓ પર વિભિન્ન દળના સભ્યોના હંગામા વચ્ચે લોકસભામાં નાણાં તેમજ વિનિયોગ વિધેયકને પસાર કરવામાં આવશે. હંગામા વચ્ચે નાણાં તેમજ વિનિયોગ વિધેયક પસાર કરવાના વિરોધમાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]