ફેસબુક મેસેન્જરમાં યૂઝર્સને મળશે વોટ્સએપ જેવું ‘ડીલીટ’ ફીચર

મુંબઈ – અમેરિકાની ઓનલાઈન સોશિયલ મિડિયા અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ કંપની ફેસબુકની મેસેજિંગ સેવા ફેસબુક મેસેન્જર સેવાના ધારકોને ટૂંક સમયમાં એક સવલત પ્રાપ્ત થશે જેનાથી તેઓ ચેટમાંથી કોઈ મેસેજને અનસેન્ડ (ડીલીટ) કરી શકશે.

ફેસબુક મેસેન્જર સેવા ટૂંક સમયમાં જ તેના યુઝર્સને ‘અનસેન્ડ’ બટન આપશે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપના યુઝર્સ મોકલી દીધેલો મેસેજ એક કલાકની અંદર ડીલીટ કરી શકે છે.

ફેસબુક મેસેન્જર એના યુઝર્સને મેસેજિસ મોકલી દીધા બાદની 10 મિનિટની અંદર ડીલીટ કરવા કે અનસેન્ડ કરવાની સુવિધા આપશે.

કોઈ યુઝર ભૂલથી કોઈ મેસેજ કે ફોટો કે અન્ય કોઈ સામગ્રી ચેટ પર મોકલી દેશે તો 10 મિનિટની અંદર એને અનસેન્ડ કે ડીલીટ પણ કરી શકશે.

આ ફીચર ફેસબુક મેસેન્જરના આઈઓએસ અપડેટ માટે રિલીઝ કરાયેલી નોંધમાં યાદીબદ્ધ કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]