પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની તૈયારીમાં ફેસબૂક, જાણો કેવી રીતે મળશે ફાયદો

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ફેસબુક દ્વારા નવું બ્લોકચેન ગ્રુપ બનાવવાની માહિતી સામે આવી હતી. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ફેસબુક પોતાની ક્રિપ્ટોકરંસી જાહેર કરવા પર વિચાર કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફેસબુક આ મામલે ગંભિરતાથી વિચાર કરી રહ્યું છે. જો કે આખા મામલાની જાણકારી રાખનારા લોકોનું માનીએ તો ફેસબુક કથિત રીતે ઈનિશિયલ કોઈન ઓફરિંગ જાહેર કરવા પર વિચાર નથી કરી રહ્યા. આના દ્વારા કંપની સીમિત સંખ્યામાં વર્ચ્યુઅલ ટોકન જાહેર કરશે જેને નક્કિ કરવામાં આવેલી કિંમતો પર ખરીદી શકાશે.

આખી દુનીયામાં ફેસબુકના બે અરબથી વધારે ઉપયોગકર્તાઓ છે અને ક્રિપ્ટોકરંસી લોન્ચ કરવાથી યૂઝર્સને બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરંસીનો ઉપયોગ કરીને પેમેંટ કરવાની સુવિધા મળી જશે. ફેસબુક મેસેન્જરના એક્ઝિક્યુટિવ ઈન્ચાર્જ ડેવિટ માર્ક્સે એક પોસ્ટમાં જણાવ્યું કે અમે એક નાનું ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ કે જે ફેસબુક પણ બ્લોક ચેન ટેક્નીકની તાકાતને એક્સપ્લોર કરવા માગે છે. આ એક ટીમ ઘણી અલગ-અલગ એપ્લિકેશન્સને એક્સપ્લોર કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર 2018માં બ્લોકચેન સોલ્યુશન્સ પર આશરે 2.1 અરબ ડોલરની રકમ ખર્ચ થવાની છે. આ 2017ના વર્ષમાં ખર્ચ થયેલી 945 બિલિયન ડોલરની રકમથી બે ગણું છે.