વેલેન્ટાઈન્સ ડે બની ગયો છે વ્યાપારીઓ માટે કમાણીનો મોટો અવસર

નવી દિલ્હીઃ દેશના શુદ્ધતાવાદી ભલે વર્ષમાં એક દિવસ પ્રેમને સમર્પિત કરવાના વિચારને નફરત કરતા હોય પરંતુ ફૂલોનો વ્યાપાર કરનારા વેલેનટાઈન્સ ડે ને કમાણીની એક મોટી તક માને છે. ફેબ્રુઆરીના આખા મહિનામાં ફૂલોની નિર્યાતથી 30 કરોડ રુપિયાની મોટી કમાણી થશે જેનો એક મોટો ભાગ 14 ફેબ્રુઆરીના રોજ વેલેનટાઈન્સ ડેના દિવસે પ્રાપ્ત થશે. ભારતથી મોકલવામાં આવેલા મોટાભાગના ફૂલો ઈંગ્લેન્ડના સુપરમાર્કેટ્સમાં પહોંચે છે.

આ વર્ષે વી ડે એટલે કે વેલેનટાઈન્સ ડે વિકેન્ડની નજીકના દિવસે આવ્યો છે અને એટલા માટે હોલિડે બુકિંગ્સમાં વધારો જોવા મળ્યો છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની થોમસ કુકે આ વર્ષે વેલેનટાઈન્સ ડે ટ્રાવેલમાં 27 ટકાની વૃદ્ધી નોંધી છે. આમાં 40 ટકા બુકિંગ્સ કોચી, ચંદીગઢ, જયપુર, લખનઉ અને મદુરાઈ જેવા ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી કરવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી વેલેનટાઈન્સ ડે કેટલાક વ્યાપારીઓ માટે પૈસા કમાવાનો મોકો બની ગયો છે. ફૂલોના વ્યાપારી અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ્સનો ખાસ ફાયદો ઉઠાવે છે. અમેરિકામાં 14 ફેબ્રુઆરીના વેલેનટાઈન્સ ડેનો વ્યાપાર આશરે 22 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ત્યાં દરેક વ્યક્તિ આ દિવસે સરેરાશ 162 ડોલર ખર્ચ કરે છે. તો ભારતમાં તો આનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પરંતુ 2015માં એસોચેમના એક સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે વેલેનટાઈન ડે ના દિવસે 22 હજાર કરોડ રુપિયાનો વ્યાપાર થયો હતો. આ દ્રષ્ટીકોણથી આ વર્ષે આશરે 30 હજાર કરોડ રુપિયાના વ્યાપારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.