પર્સનલ લોનની આ પાંચ પધ્ધતિ તમને મદદરૂપ થઈ શકે છે

નવી દિલ્હીઃ પર્સનલ લોન અને પર્સનલ લાઈન ઓફ ક્રેડિટ જેવી પ્રોડક્ટ મોટી સંખ્યામાં પગારદારો વચ્ચે લોકપ્રિય થઈ રહી છે. આનું કારણ એ છે કે સરળ હપ્તામાં તેની ચૂકવણી શક્ય છે. જો કે પર્સનલ લોન અને ક્રેડિટ લાઈન વચ્ચે કેટલુંક અંતર છે. બંન્ને વચ્ચે સૌથી મહત્વપૂર્ણ અંતર એ છે કે લેન્ડરથી રકમ પ્રાપ્ત કર્યા બાદ પર્સનલ લોન પર રીપેમેન્ટની સમય મર્યાદા શરુ થઈ જાય છે જ્યારે લાઈન ઓફ ક્રેડિટ એક નિશ્ચિત ક્રેડિટ સીમા હોય છે જે વ્યક્તિને વહેંચેલી હોય છે અને તે એક નિશ્ચિત સમયગાળામાં ક્રેડિટ કાર્ડ પર તેની લિમિટના બરાબર પૈસા નિકાળી શકે છે.

ઉદાહરણ માટે, જો કોઈ વ્યક્તિને એક વર્ષના સમયગાળા માટે એક લાખ રુપિયાની લોન આપવામાં આવે છે તો તે પોતાના બેંક ખામાં આખી રકમ કાઢી શકે છે. જો કે આ ક્રેડિટ કાર્ડથી વિપરિત છે, જેના પર ખૂબ વધારે વાર્ષિક વ્યાજદર ચૂકવવો પડે છે. પર્સનલ લાઈન ઓફ ક્રેડિટ પર વ્યાજદર ખૂબ ઓછો છે. આ પ્રકારે જ્યારે એક પર્સનલ લોન અને પર્સનલ લાઈન ઓફ ક્રેડિટ વચ્ચે પસંદ કરવાની આવશ્યકતા હોય તો તમામ વિકલ્પોના લાભો અને ખામીઓને મુલવવી અને સમજી વિચારીને નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.

પર્સનલ લોન

જ્યારે તમે પોતાની કારકીર્દીને આગળ વધારવા અથવા પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રાપ્ત કરવાની પદ્ધતીઓ મામલે વિચારો છો તો, પર્સનલ લોન અથવા ક્રેડિટ લાઈન આપના લિસ્ટમાં શામિલ થતા નથી. છતા પણ સસ્તી અને આકર્ષક લોન પગારદારો અને લાભ આપી શકે છે.

સ્કીલ ડેવલપમેન્ટમાં રોકાણ

જો તમે પોતાના કરિયરની શરુઆત જ કરી છે તો આ Professional Skilling Course આપની યોગ્યતામાં વૃદ્ધી કરી શકે છે અને તમારા કેરિયરની સફળતાની શક્યતાઓને વધારી શકે છે. આનાથી આપને આકર્ષક વિકલ્પ જે ઉચ્ચ આવક અને વધારે સારી સ્થિતી થાય ત્યાં સુધી લેવામાં આવે છે, શક્ય હોઈ શકે છે. પર્સનલ લોન અથવા લાઈન ઓફ ક્રેડિટ સાથે તમે પ્રશિક્ષણ પાઠ્યક્રમો, ઔપચારિક ઉચ્ચ શિક્ષણની ડિગ્રી અને ત્યાં સુધી કે ઓનલાઈન લર્નિંગ કાર્યક્રમો માટે ચૂકવણી કરી શકે છે.

લોનની ચૂકવણી…

તમે તમારી લોનને કન્સોલિડેટ કરીને પોતાની લોનને ઓછી અથવા સુવ્યવસ્થિત કરવા માટે પર્સનલ લોન અથવા પર્સનલ લાઈન ઓફ ક્રેડિટની મદદ લઈ શકો છે. એક લોનનું મેનેજમેન્ટ ઘણા લોન ખાતાઓના મેનેજમેન્ટના મુકાબલે સરળ હોય છે. ન તો આપને અલગ-અલગ હપ્તાઓમાં ચૂકવણીની તાપીખોને યાદ કરવી પડે છે અને ન તો ચૂકવણીને ટ્રેક કરવાની જરુર હોય ચે. આનાથી કોઈપણ વ્યક્તિને પોતાની નોકરી પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે અથવા પ્રોફેશનલ ટ્રેનિંગ કોર્સ પર વધારે સમય આપવામાં મદદ મળે છે.

ઉત્પાદકતા વધારવા માટે સાધનો સુધી પહોંચ

ભલે તમારી પાસે પ્રોફેશનલ વિકાસ માટે જરુરી યોગ્યતા અને કૌશલ્ય હોય, વધારે ઉત્પાદકતા અથવા Efficiency સુનિશ્ચિત કરવા માટે જરુરી સાધન અથવા ટેક્નિકલ પહોંચની કમીને આપ આપની વાસ્તવિક ક્ષમતા પ્રાપ્ત કરતા રોકી શકો છે. પર્સનલ લોન અથવા આકર્ષક ક્રેડિટ લાઈન આપને આપના દ્વારા ઉપયોગમાં લેવાનારી ટેક્નિકને વધારે સારી કરવામાં મદદ કરી શકે છે.

ફાઈનાંશિયલ બેકઅપ

ક્યારેક માત્ર એક જ વસ્તુ આપને આપના સ્વપ્નની નોકરી પ્રાપ્ત કરવાથી રોકી શકે છે અને તે છે બેકઅપ. વર્તમાન નોકરી આપની જરુરિયાતો પૂર્ણ કરી શકે છે અને બિલોની ચૂકવણી કરે છે. એક ક્રેડિટ લાઈન આપને Professional and career development ની અન્ય તકો સુધી પહોંચવાની દિશામાં પર્યાપ્ત નાણાકીય સહાય આપવાનો વિકલ્પ આપે છે.

વ્યવસાય શરુ કરવા માટે સ્ટાર્ટ-અપ કેપિટલ સુધી પહોંચ

જો ઓફિસની નોકરી કરવી તમારા માટે શક્ય નથી અને તમે પોતાનો વ્યવસાય શરુ કરવાનું સ્વપ્ન જોતા હોવ તો, પર્સનલ લોન અથવા પર્સનલ લાઈન ઓફ ક્રેડિટ આપના બિઝનેસ વેંચરને શરુ કરવા માટે મૂડીનો સૌથી સારો સ્ત્રોત હોઈ શકે છે. પર્સનલ લોન અથવા ક્રેડિટ લાઈન સાથે તમે 5 લાખ રુપિયા સુધીના ફંડ સુધી પહોંચ પ્રાપ્ત કરવા માટે પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા, ટીમ બનાવવા અને ટેક્નોલોજીમાં રોકાણ કરવાની દિશામાં આગળ વધી શકો છો અને બાકી ભવિષ્યમાં તાના ઉદ્યોગને બનાવી રાખવા અને આગળ વધારવામાં ઉપયોગ કરી શકો છે.