આ સીઝનમાં 300 લાખ ટન ખાંડના ઉત્પાદનનું અનુમાન

નવી દિલ્હીઃ એનએફસીએસએફે જણાવ્યું કે દેશમાં ખાંડનું ઉત્પાદન વર્તમાન સીઝન 2018-19માં 300 લાખ ટન સુધી પહોંચી શકે છે. એનએફસીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર Sugarcane crushing session 2018-19માં દેશભરમાં ચાલુ 400 થી વધારે ખાંડની મીલો ત્રણ જાન્યુઆરી સુધી 10.83 કરોડ ટન ખાંડનું ક્રશિંગ કરીને 113 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે.

સૌથી વધારે મહારાષ્ટ્રની ખાંડની મિલોએ 441 લાખ ટન શેરડીનું ક્રશિંગ કરીને 46 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશની ખાંડની મીલોએ 308 લાખ ટન શેરડીનું ક્રશિંગ કરીને 20 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું.

એનએફસીએસએફના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઈકનવરે જણાવ્યું કે ખાંડનું ઉત્પાદન વર્તમાન સીઝનમાં 300 લાખ ટન થઈ શકે છે જ્યારે ગત સીઝનનો બાકી સ્ટોક 104 લાખ ટન આસપાસ હશે. એનએફસીએસએફ અનુસાર આ વર્ષે ખાંડનું કુલ કન્ઝપ્શન આશરે 260 લાખ ટન રહેશે અને નિર્યાત આશરે 30 લાખ ટન થઈ શકે છે. આ પ્રકારે સીઝનના અંતમાં 30 સપ્ટેમ્બરના રોજ આવતા વર્ષ માટે બાકી સ્ટોક આશરે 114 લાખ ટન રહી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]