ESIC અને SBI એ મળીને શરુ કરી નવી સર્વિસ, 3.6 કરોડ કર્મચારીઓના ખાતામાં સીધા આવશે પૈસા…

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર સુવિધા માટે ભારતીય સ્ટેટ બેંક સાથે સમજૂતી કરી છે, જેથી તે પોતાના તમામ ભાગીદારોને સીધા જ તેમના બેંક અકાઉન્ટમાં ચૂકવણી કરી શકે. ESIC એ એક નિવેદનમાં કહ્યું કે બંન્ને પક્ષો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આ અનુસાર ESIC ના તમામ લાભાર્થીઓને એસબીઆઈ સીધા જ તેમના બેંક અકાઉન્ટમાં જ ઈ-ચૂકવણીની સેવા આપશે. આ એકીકૃત અને સ્વચાલિત પ્રક્રિયા હશે, જેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ નહી હોય.

નિવેદન અનુસાર બેંક ઈ-ચૂકવણીથી ESIC ના લાભાર્થીઓ સાથે-સાથે અન્ય ચૂકવણી પ્રાપ્ત કરનારા લોકોને પણ વાસ્તવિક સમયમાં ફાયદો પહોંચાડશે. આ સમયની બચત અને ચૂકવણીમાં જે મોડુ થતું હતું તેને ઓછું કરશે. આ સુવિધાથી ESIC ના તમામ ભાગીદારોને લાભ થશે. ESI યોજનાનો લાભ એ કર્મચારીઓને મળે છે, કે જેમની માસિક આવક 21 હજાર રુપિયાથી ઓછી હોય, જે ઓછામાં ઓછા 10 કર્મચારીઓ વાળી કંપનીમાં કામ કરતા હોય. આપને જણાવી દઈએ કે 2016 સુધી માસિક આવકની સીમા 15,000 રુપિયા હતી, જેને 1 જાન્યુઆરી 2017 થી વધારીને 21 હજાર રુપિયા કરવામાં આવી હતી.

વર્તમાન સમયમાં દેશભરમાં ESIC ની 151 જેટલી હોસ્પિટલો છે. આ હોસ્પિટલોમાં સામાન્યથી લઈને ગંભીર બીમારીઓની સારવારની સુવિધા ઉપ્લબ્ધ છે. અત્યારસુધી ESIC ની હોસ્પિટલમાં ESIC ના કવરેજમાં શામિલ લોકોને જ સારવારની સુવિધા મળતી હતી, પરંતુ હવે સરકારે આને સામાન્ય લોકો માટે પણ ખોલી દીધી છે.

આ યોજનાના ફાયદા

  • ESI માં રજીસ્ટર્ડ વ્યક્તિ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યની સારવાર કરાવવાનો હકદાર હોય છે.
  • સારવાર સુવિધા માટે ડિસ્પેન્સરીનું ઉપ્લબ્ધ હોવું.
  • ESI હોસ્પિટલમાં કેશલેસ સેવાનું ઉપ્લબ્ધ હોવું.
  • મહિલા કર્મચારી માતૃત્વનો લાભ લેવાને પાત્ર હશે.
  • કેટલીક નીશ્ચિત પરિસ્થિતીઓમાં વ્યક્તિ આ અધિનિયમ અંતર્ગત બેરોજગારી ભથ્થા માટે પાત્ર હશે.