પ્રોવિડન્ટ ફંડ ખાતામાં KYC કરવું જરૂરી છેઃ ઓનલાઇન આ રીતે કરાવી શકાય

નવી દિલ્હીઃ દરેક પગારદાર કર્મચારી, જેનું ઇપીએફ ખાતું છે, તેમણે પોતાના ખાતાં માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન -ઇપીએફઓ તમને ઓનલાઇન કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપે છે.  ઇ-કેવાયસી વેરિફિકેશન માટે આધાર અને પાન નંબરની જરૂર છે. જો તમારી પાસે ઇપીએફ એકાઉન્ટ પણ છે અને તમારું કેવાયસી અપડેટ થયું નથી, તો તમે આ રીતે ઓનલાઇન અપડેટ કરી શકો છો.

1. સૌ પ્રથમ તમારે ઇપીએફઓ પોર્ટલ પર જવું પડશે અને યુએએન નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ ઇન કરવું પડશે.

2. હવે તમારે મેનેજમેન્ટ સેક્શન પર જવું પડશે અને કેવાયસી પર ક્લિક કરવું પડશે.

3 હવે તમારા દસ્તાવેજો અનુસાર નામ, બેંક એકાઉન્ટ, પાન નંબર અને આધાર વગેરે વિશે માહિતી આપીને તમારા કેવાયસીને અપડેટ કરો. હવે સેવ પર ક્લિક કરો. હવે તમારો ડેટા બાકી રહેલા કેવાયસી વિભાગમાં સાચવવામાં આવશે.

4- જ્યારે ડેટા મેચ થાય છે, ત્યારે દસ્તાવેજો માટે ચકાસેણીનું ચિન્હ દેખાશે.

5. હવે તમારે તમારા એમ્પ્લોયરને દસ્તાવેજી પ્રૂફ સબમિટ કરવો પડશે.

 

6-ઇપીએફઓ કેવાયસી માટે, તમારુંં બેંક એકાઉન્ટ, પેન કાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, રેશનકાર્ડ અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરની જાણકારી આપવાની વિનંતી કરે છે. એકવાર કેવાયસી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી તમે ઇપીએફઓના યુએન પોર્ટલના કેવાયસી વિભાગ પર જોઈ શકો છો.

ઇપીએપીઓ પોર્ટલ સભ્યોને ઓનલાઇન કેવાયસી વિગતો અપડેટ અથવા બદલવાની મંજૂરી આપે છે. યુએએન ઇપીએફઓ પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને આ કરી શકાય છે. જે સભ્યો તેમની કેવાયસી આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેમને એમ્પ્લોયરના પુરાવા વિના ઓનલાઇન પીએફ ઉપાડનો દાવો કરવાની મંજૂરી છે.

જો તમને ઇપીએફ ઉપાડ, ટ્રાન્સફર અથવા કેવીઇસી સાથે સંબંધિત કોઈ સમસ્યા છે, તો ઇપીએફઓ પાસે તમારા માટે ઇપીએફઆઈ ફરિયાદ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઇપીએફ ખાતાધારકો તેમની ફરિયાદ અહીં નોંધાવી શકે છે. આ પોર્ટલ ઇપીએફ એકાઉન્ટધારકો, ઇપીએસ પેન્શનરો અને એમ્પ્લોયરો માટે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]