INX મીડિયા કેસઃ EDએ RBIના પૂર્વ ગવર્નર સુબ્બારાવને પૂછપરછ માટે બોલાવ્યા

નવી દિલ્હી- ઈડીએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવને 14 થી 15 એપ્રિલ વચ્ચે રજૂ થવા જણાવ્યું છે. તેમણે વર્ષ 2008માં INX મીડિયા સાથે જોડાયેલી કેટલીક જાણકારી પ્રાપ્ત કરવા માટે બોલાવ્યા છે.

આ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસેથી મળેલી મંજૂરીમાં કથિત રીતે થયેલી ધાંધલીની તપાસ સીબીઆઈ અને ઈડી કરી રહી છે. સુબ્બારાવ વર્ષ 2008માં આરબીઆઈના ગવર્નર બન્યા પહેલા ફાઈનાન્સ સેક્રેટરી હતા. ઈડીએ આ જ સંબંધમાં તેમને તપાસમાં સમાવિષ્ટ થવા માટે જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ થોડા સમય પહેલા કેટલાક નોકરશાહો સાથે પૂછતાછ કરી કે જેઓ એ સમયે FIPBના સભ્ય હતા, જ્યારે આ પ્રસ્તાવ પાસ થયો. જો કે અત્યારે આ બોર્ડને બંધ કરી દેવામાં આવ્યું છે. એજન્સી આરોપની તપાસ કરી રહી છે કે તત્કાલીન નાણાપ્રધાન પી ચિદમ્બરમના દિકરા કાર્તી ચિદમ્બરમે બોર્ડના નિર્ણયને પ્રભાવિત કર્યો હતો, જો કે તેમણે આનાથી ઈનકાર કરી દીધો છે.

સીબીઆઈએ ગત વર્ષે જ સુબ્બારાવની પુછપરછ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુબ્બારાવનું નિવેદન આ મામલાની તપાસ માટે ખૂબ મહત્વનું છે. તેમના નિવેદનના આધારે જ એજન્સી તેમને સબુત બનાવી શકે છે. FIPBના પૂર્વ સદસ્યોનું માનીએ તો આઈએનએક્સ મીડિયાના પ્રસ્તાવ પર તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેમણે એજન્સીને જણાવ્યું કે જ્યારે તેમણે પ્રસ્તાવને મંજૂર કર્યો હતો, તો તેમની પાસે તમામ તથ્યો નહોતા. ઈડીએ થોડા સમય પહેલા જ કેટલાક જૂનિયર અધિકારી સાથે પણ પૂછપરછ કરી જે આઈએનએક્સ મીડિયાના પ્રસ્તાવને તૈયાર કરવામાં સમાવિષ્ટ હતા.