વીજળી કંપનીઓને આ કારણે થશે 73 હજાર કરોડની વધારાની આવક

નવી દિલ્હીઃ ભારતમાં 2030 સુધીમાં મોટાપાયે ઈલેકટ્રિક વ્હીકલ્સ અપનાવવાથી વીજળીની માગ 69.6 ટેરાવોટ પર પહોંચવાનું અનુમાન છે. આ કારણે વીજળી કંપનીઓને 11 અબજ ડોલરની વધારે કમાણી કરવામાં મદદ પ્રાપ્ત થશે. એસોચેમ અને ઈએન્ડવાઈ એલએલપીના એક સંયુક્ત રીપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

રિપોર્ટ અનુસાર રોડ પર ઈલેકટ્રિક વ્હીકલ્સ વધવાથી દેશના પાવર સેક્ટર માટે મોટો બદલાવ થશે અને આનાથી ઈમિશનમાં 40 થી 50 ટકાનો ઘટાડો થશે. સાથે જ ભારતને કાર્બન ઈમિશન કપાતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ પ્રાપ્ત થશે. મોટી માત્રામાં ઈલેકટ્રિક મોબિલિટી શરૂ થવાથી વીજળી અને યૂટિલિટી સેક્ટરને માગ અને પુરવઠો એમ બન્ને બાજુથી ખર્ચ ઓછો થશે અને રેવન્યૂનો ફાયદો પણ થશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2030 સુધી ઈલેકટ્રિક વ્હીકલ્સને લઈને ઈમિશનમાં 40 થી 50 ટકા ઘટાડાની આશા છે. જો કે એ વાત એવી પણ કહેવાઈ રહી છે કે જો ગ્રિડની વીજળી કોલસા આધારિત રહેશે તો ઈમિશનમાં કપાત 20 થી 30 ટકા જ રહી શકે છે. રિપોર્ટમાં એ વાત પર ફોકસ કરવામાં આવ્યું છે કે દેશના પાવર અને યૂટિલિટી સેક્ટરમાં ટ્રાંસફોર્મેશન તેજીથી ચાલી રહ્યું છે. આયાત કરવામાં આવેલા કોલસા પરની નિર્ભરતા દિવસેને દિવસે ઓછી થઈ રહી છે અને રિન્યૂએબલ્સ પર નિર્ભરતા વધી રહી છે.

એ પણ સૂચન આપવામાં આવ્યું છે કે દેશભરમાં તમામ ચાર્જિંગ સ્ટેશન્સ પર એક નેશનલ રેગ્યુલેટેડ રેટ જાહેર કરવામાં આવશે.  આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર ઈલેકટ્રિક વ્હીકલ્સ ડ્રાઈવને વેગ આપવા માટે સરકાર નીતિગત બદલાવ તેજીથી કરશે અને રેગ્યુલેટરી ચેલેન્જને દૂર કરવા માટે ઝડપથી પગલાં ભરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]