માલ્યાને નવા કાયદા હેઠળ ભાગેડુ જાહેર કરવા કોર્ટમાં અરજી દાખલ

નવી દિલ્હીઃ ઈડીએ લોન ડિફોલ્ટ કેસમાં નવા કાયદા અંતર્ગત લિકર કિંગ વિજય માલ્યાને ભાગેડુ આરોપી જાહેર કરવા માટે મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે. તપાસ એજન્સી દ્વારા Fugitive Economic Offenses Ordinance કાયદા અંતર્ગત દાખલ કરવામાં આવેલો આ પ્રથમ મામલો છે. ઈડીએ માલ્યાની 12,500 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી માંગી છે. આમાં સ્થાવરજંગમ બંને પ્રકારની સંપત્તિનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ એજન્સીએ પહેલાં મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત દાખલ કરવામાં આવેલી બે ચાર્જશીટમાં પુરાવા રજૂ કર્યા છે તેના આધાર પર કોર્ટ પાસે માલ્યાને ભાગેડુ અપરાધી ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે. માલ્યા મની લોન્ડરિંગના આરોપોને લંડનમાં પડકારી રહ્યો છે. કારણકે ભારત સરકાર માલ્યાના પ્રત્યાર્પણની કોશિશમાં લાગેલી છે. તો આ સાથે જ માલ્યા 9000 કરોડ રૂપિયાથી વધારે બેંક લોન ડિફોલ્ટ મામલે અહીંયા કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.

પીએમએલએ કાયદાની વર્તમાન પ્રક્રિયા અંતર્ગત ઈડી કેસમાં ટ્રાયલ બાદ જ સંપત્તિઓને જપ્ત કરી શકે છે અને આમાં સામાન્ય રીતે ઘણા વર્ષ લાગી જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]