યૂનાઈટેડ બેંકમાં 173 કરોડ રુપિયાનો ગોટાળો, ED દ્વારા 23 વિરૂદ્ધ ફરિયાદ

નવી દિલ્હીઃ ઈડીએ યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયામાં 1.73 અજબ રૂપીયાના કથિત ગોટાળાને લઈને મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે યૂબીઆઈમાં 1.73 અરબ ડોલરના કથિત ગોટાળાને લઈને પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ મામલો જૂલાઈ 2016માં પશ્ચિમ બંગાળ સીઆઈડી દ્વારા ફાઈલ કરવામાં આવેલી એફઆઈઆર સાથે જોડાયેલો છે.

નેશનલ સ્મોલ ઈંડસ્ટ્રીઝ કોર્પોરેશનની ફરીયાદ પર કાર્યવાહી કરતા સીઆઈડીએ 23 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં કોર્પોરેશનના પૂર્વ કર્મચારી હૈદર સહિત 23 લોકો અને કેટલાક બેંક કર્મચારીઓ પર કોર્પોરેશનની સ્કીમનો ફાયદો લેવા માટે ખોટી બેંક ગેરંટી સબમિટ કરાવી હોવાનો આરોપ છે.

સીઆઈડીએ ગત વર્ષે જૂનમાં આ મામલે બેંકના ત્રણ વરિષ્ઠ કર્મચારીઓની ધરપકડ કરી હતી. હવે કેન્દ્રીય તપાસ એજંસી એ વાતની તપાસ કરશે કે શું ખોટા ટ્રાંઝેક્શનથી કાઢવામાં આવેલા ફંડને બ્લેકમાંથી વ્હાઈટ કરવામાં આવ્યા છે કે પછી કોઈ અન્ય એસેટ ક્રિએટ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]