પીએનબી મહાકૌભાંડઃ નીરવ મોદી વિરૂદ્ધ ઈડીએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી

0
706

નવી દિલ્હીઃ ઈડીએ પંજાબ નેશનલ બેંકમાં થયેલા 14 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ મામલે હીરા વ્યાપારી નીરવ મોદી અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમએલએની વિભિન્ન કલમો અંતર્ગત સ્પેશિયલ કોર્ટ સામે લગભગ 12 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર નીરવ મોદી, તેમના સહયોગીઓ અને તેમના વ્યાપાર વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેના પર પીએનબીએ લેટર ઓફ અંડરટેકિંગ જાહેર કરવા માટે અધિકારિઓ પર આરોપ લાગ્યો હતો. શક્યતાઓ છે કે તપાસ એજન્સી નીરવ મોદીના મામા અને જ્વેલર મેહુલ ચોક્સી અને તેમના બીઝનેસ વિરૂદ્ધ અન્ય ચાર્જશીટ દાખલ કરશે.

ચાર્જશીટમાં આ મામલે 14 ફેબ્રુઆરીના રોજ ફાઈલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ ગત કેલાક મહિનાઓ દરમીયાન મોદી અને તેના સહયોગીઓની એટેચ કરવામાં આવેલી એસેટ્સની વિગતો પણ સમાવિષ્ટ હતી.

અત્યારે હાલ નીરવ મોદી ફરાર છે અને અત્યાર સુધી ઈડીની તપાસમાં તે શામેલ નથી થયો. પીએનબી દ્વારા ફરીયાદ કરવામાં આવ્યા બાદ આ ગોટાળો સામે આવ્યો હતો જે બાદ નીરવ મોદી અને અન્ય લોકો વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. નીરવ મોદી પર બેંકના કેટલાક કર્મચારીઓ સાથેની મીલીભગતથી બેંક સાથે 13 હજાર કરોડ રૂપીયાથી વધારેનું મહાકૌભાંડ કરવાનો આરોપ છે.