નીરવ મોદીના મુંબઈ સ્થિત ‘સમુદ્રમહેલ’ પર ED અને CBI દરોડા

નવી દિલ્હી- એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈએ પંજાબ નેશનલ કૌભાંડના આરોપી નીરવ મોદીના મુંબઈના ઘર સમુદ્રમહેલ પર દરોડો પાડ્યો છે. પીટીઆઈના કહેવા મુજબ આ કાર્યવાહીમાં 26 કરોડ રૂપિયાની જ્વેલરી, ઘડિયાળો, પેઈન્ટિંગ જપ્ત કરવામાં આવી છે. તેમ જ અન્ય એક ન્યૂઝ એજન્સીના રીપોર્ટ મુજબ આ કાર્યવાહીમાં 25 કરોડ રૂપિયાની ડાયમંડ જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.સમાચાર મુજબ સીબીઆઈની એક ટીમ ગુરુવારે નીરવ મોદીના મુંબઈ સ્થિત ઘર ‘સમુદ્ર મહેલ’ પર દરોડો પાડ્યો હતો. આ દરોડો શનિવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો. જે દરમિયાન 15 કરોડની એન્ટિક જ્વેલરી, 1.40 કરોડ રૂપિયાની કીમતી ઘડિયાળો અને 10 કરોડ રૂપિયાના પેઈન્ટિંગ્સ જપ્ત કરાયા છે. જાણીતા ચિત્રકાર એમ એફ હુસેન, કે કે હિબ્બર, અમૃતા શેરગિલના પેઈન્ટિંગ્સ સામેલ છે. તેની સાથે ઈડીને એક 10 કરોડની વીટી પણ મળી છે.

અત્યાર સુધી ઈડીએ દેશભરમાં નીરવ મોદી અને મેહુલ ચોકસીની 251 સંપત્તિઓ પર દરોડા પાડ્યા છે, અને રૂપિયા 7,638 કરોડની સંપત્તિઓ ટાંચમાં લીધી છે.

નીરવ મોદીની 10 કરોડની મોંઘીદાટ વીંટી

મૂલ્ય 1.40 કરોડ રુપિયા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]