નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટે નોટીફાઈ થવાના એક મહિનાથી વધારે સમય બાદ ઈ-ફાઈલિંગ માટે તમામ 7 આઈટીઆઈ ફોર્મ્સને લોન્ચ અને એક્ટિવેટ કરી દીધા છે. તો આ સાથે જ કરદાતા માટે ટેક્સ ફાઈલિંગ વધારે સરળ બની ગયું છે. સીબીડીટીએ ગત 5 એપ્રિલના રોજ એસેસમેન્ટ યર 2018-19 માટે નવા ઈનકમ ટેક્સ રીટર્ન ફોર્મ્સ નોટિફાઈ કર્યાં હતાં.
આઈ-ટી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર એસેસમેન્ટ વર્ષ 2018-19 માટે તમામ આઈટીઆર ફોર્મ હવે ઈ-ફાઈલિંગ માટે પણ ઉપ્લબ્ધ છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ પાંચ એપ્રિલ બાદથી ધીરે-ધીરે આઈટીઆર ફોર્મ લોન્ચ કરી રહ્યું છે. આનાથી કરદાતા માટે 31 જૂલાઈની ડેડલાઈન પહેલા રિટર્ન ફાઈલ કરવું સરળ બની રહેશે તેવી આશા છે.
સીબીડીટીએ જણાવ્યું હતું કે તમામ આઈટીઆર ફોર્મ્સ ડીપાર્ટમેન્ટના અધિકારિક વેબ પોર્ટલ httpss://www.incometaxindiaefiling.gov.in પરથી ભરવામાં આવશે. નવા આરટીઆર ફોર્મ્સમાં સેલરીડ ક્લાસ માટે પોતાનું સેલરી બ્રેક-અપ અને વ્યાપારીઓના જીએસટી નંબર અને ટર્નઓવર આપવું જરૂરી છે.
આઈટીઆર-1ને “સહજ” નામ આપવામાં આવ્યું છે જેને સેલરી, એક હાઉસ પ્રોપર્ટી અને એફડી તેમજ આરડી સહિત પર મળનારા ઈન્ટરેસ્ટ સહિત 50 લાખ રૂપીયા સુધીની આવક વાળા સેલરીડ લોકો ભરી શકે છે. તો આ સીવાય પહેલા ડિટેલ્ડ સેલરી બ્રેકઅપ આઈટીઆર ફોર્મનો ભાગ નહોતી જેને આ વર્ષે જોડી દેવામાં આવ્યું છે. આ પ્રકારે હાઉસ પ્રોપર્ટીથી થયેલી આવકની વિગત પણ આપવી પડશે. ગત નાણાકિય વર્ષ દરમિયાન આ ફોર્મને 3 કરોડ લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આઈટીઆર-1 થી જેન્ડર કોલમ દૂર કરી દેવામાં આવી છે જેનો અર્થ એ છે કે હવે જેન્ડરની જાણકારી નહી આપવી પડે. નોન રેજિડન્ટ ઈંડિવિઝ્યુઅલ્સ રિટર્ન ફાઈલ કરવા માટે આઈટીઆર-1નો ઉપયોગ નહી કરી શકાય.