3 વર્ષમાં 6.7 લાખ કરોડ સુધી પહોંચશે ભારતનું ઈ-કોમર્સ માર્કેટ

નવી દિલ્હીઃ 50 કરોડ ઓનલાઈન પોપ્યુલેશન સાથે ભારત દુનિયાના ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં તેજ ગતિથી વધતાં દેશો પૈકી એક બની ગયું છે. આના દમ પર ભારતની ઈ કોમર્સ ઈન્ડસ્ટ્રી વર્ષ 2020 સુધી આશરે 100 અબજ ડોલર એટલે કે 6.7 લાખ કરોડ રુપિયાની પાર પહોંચે તેવી શક્યતા છે, જેનો ગ્રોથરેટ 25 ટકાની આસપાસ હશે. કન્સલ્ટિંગ ફર્મ રેડસીઅર ઈન્ડિયાના એક રીપોર્ટમાં આ વાત સામે આવી છે.

રિપોર્ટ અનુસાર 2017 સુધી 50 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ સાથે ભારત આ મામલે સૌથી વધારે ગ્રોથ કરનારા દેશોમાંથી એક બનેલો છે. 13 ટકા સીએજીઆરની મદદથી 3 વર્ષની અંદર ભારતમાં ઓનલાઈન યુઝર્સની સંખ્યા 72 કરોડ આસપાસ પહોંચી જશે. જે ચીનમાં ઈન્ટરનેટ યૂઝર્સની વર્તમાન સંખ્યા બરાબર છે. આ સીએજીઆર ગ્લોબલ રેટની તુલનામાં લગભગ 4 ગણી છે.

2014થી ભારતના ઈ કોમર્સ માર્કેટનો ગ્રોથ રેટ લગભગ સ્થિર બનેલો હતો અને અત્યારે આ માર્કેટ આશરે 53 અબજ ડોલરનું છે. 25 ટકા ગ્રોથ રેટ સાથે ભારતની ઈ કોમર્સ ઈન્ડસ્ટ્રી 6.7 લાખ કરોડ રૂપીયાથી પણ વધી જશે.  

રિપોર્ટ અનુસાર ભારતમાં વર્તમાન સમયમાં ઓનલાઈન શોપીંગ કરનારા લોકોની સંખ્યા 5 કરોડ જેટલી છે જે 2020 સુધીમાં 28 ટકા સીએજીઆર સાથે 12 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. આ 5 કરોડ ઓનલાઈન શોપર્સ પૈકી માત્ર 2 કરોડ લોકોજ મંથલી એક્ટિવ ઈ-ટેલિંગ યૂઝર્સ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]