નવી ઈ-કોમર્સ એફડીઆઈ પોલિસીથી ઓનલાઈન એક્સક્લૂઝીવ બ્રાંડ્સ પર સંકટ

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ સેક્ટરને લઈને નવી એફડીઆઈ પોલિસીએ એક્સક્લૂઝીવ રુપથી ઓનલાઈન માર્કેટપ્લેસ પર વેચવામાં આવી રહેલી ઈલેકટ્રોનિક્સ અને સ્માર્ટફોન્સ બ્રાંડના ભવિષ્ય પર સવાલો ઉભા કરી દીધા છે. જો કે આ બ્રાંડના એક્ઝિક્યુટિવ્સને આશ્વસ્ત કરતા કહેવામાં આવ્યું છે તેઓ પોતાના બિઝનેસ મોડલમાં થોડો બદલાવ કરીને આગળ પણ આને ચાલુ રાખે.

કેટલીક જાણીતી ઓનલાઈન એક્સક્લૂઝીવ બ્રાંડ્સના એક્ઝિક્યુટિવ્સે આ મામલે જણાવ્યું કે આ મામલે સ્પષ્ટતાની કમી છે અને તેઓ માર્કેટપ્લેસ અને લીગલ ટીમ પાસેથી સ્પષ્ટીકરણ માંગશે. બીપીએલ, ટીસીએલની iFFalcon, મારક્યૂ, બ્લાઉપુફંટ ટીવી, સૈન્યો, ટેનોર, થોમસન, એમેઝોન બેઝિક્સ અને મેઈઝુ જેવી બ્રાંડ્સ ભારતમાં એમેઝોન અથવા ફ્લિપકાર્ટ સાથે એક્સક્લૂઝીવ ઓનલાઈન પાર્ટનરશિપ દ્વારા પોતાના વ્યાપારને ઓપરેટ કરી રહ્યા છે. નવી એફડીઆઈ પોલિસીમાં કહેવાયું છે કે ઈ-કોમર્સ માર્કેટપ્લેસ કોઈ સેલર સાથે માત્ર પોતાના પ્લેટફોર્મ પર એક્સક્લૂઝીવ રુપે પ્રોડક્ટ વેચવા માટે સમજૂતી ન કરી શકે.

બીપીએલના સીઓઓ મનમોહન ગણેશે આ મામલે જણાવ્યું કે કંપની આ મામલે વધુ સ્પષ્ટીકરણ માંગશે. તેમણે જણાવ્યું કે અમને લાગે છે કે ચેનલ પસંદ કરવાનો વિકલ્પ રહેશે. અમે ઓનલાઈન રીટેલર્સ સાથે પ્રાઈઝ અને અન્ય મુદ્દાઓ પર ટકરાવથી બચવા માટે એક્સક્લૂઝીવ ઓનલાઈન ડીલમાં રહેવાનું પસંદ કરીશું. ઓનલાઈન અને ઓફલાઈન બંન્ને રીતે સેલ્સ કરનારી ઘણી બ્રાંડને રીટેલર્સ સાથે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શાઓમીએ ફ્લિપકાર્ટ અને વનપ્લસે એમેઝોન પર એક્સક્લૂઝીવ ડીલ દ્વારા દેશના સ્માર્ટફોન માર્કેટમાં તેજીથી પોતાનું સ્થાન બનાવ્યું છે ત્યારબાદ તેમણે ઓફલાઈન સેલ્સ ચેનલમાં પણ ઉતરવાનો નિર્ણય કર્યો હતો. જો કે પ્રમુખ એપ્લાયન્સ મેકરના ચીફે જણાવ્યું કે આ પોલિસીથી ઈ-કોમર્સ દ્વારા દેશમાં એન્ટ્રી કરવાની યોજના બનાવી રહેલી નવી બ્રાંડ્સ પર અસર પડશે. ઈ-કોમર્સ સેક્ટરમાં ઓપરેશનનો ખર્ચ ઓછો થાય છે અને એટલા માટે તેઓ ઓછી કીંમત પર પ્રોડક્ટનું સેલિંગ કરી શકે છે.

તેમણે જણાવ્યું કે આ બ્રાંડ્સ માટે સ્થિતી ચૂનોતીપૂર્ણ હોઈ શકે છે કારણ કે માર્કેટપ્લેસ માટે આ સાબિત કરવું ખૂબ મુશ્કેલ થશે તેમણે સેલરને એક્સક્લૂઝીવ રુપથી માત્ર પોતાના પ્લેટફોર્મ પર વેચાણ કરવા માટે નથી કહ્યું.