વર્લ્ડ બેંકના ચીફ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આર્થિક સલાહકારને નોમિનેટ કર્યાં

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ બેંકના નવા અધ્યક્ષ તરીકે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ડેવિડ માલ્પાસને નોમિનેટ કર્યા છે. જો વિશ્વ બેંક સમૂહના ડિરેક્ટર તેમના પક્ષમાં મતદાન કરે તો તેઓ વિશ્વ બેંકના અધ્યક્ષ તરીકે જિમ યોંગ કિમનું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાનું વર્ચસ્વ વર્લ્ડ બેંકમાં વધારે છે. એટલા માટે આ પદ પર સામાન્ય રીતે અમેરિકી નાગરીક જ બિરાજમાન થતા આવ્યા છે. આંતરરાષ્ટ્રી મુદ્રા કોષના મેનેજિંગ ડિરેક્ટરનું પદ પર યૂરોપ માટે છે.

વિશ્વ બેંકમાં વિભિન્ન દેશોના વોટને ધ્યાનમાં રાખતા માલ્પાસના નામની પુષ્ટી માત્ર ઔપચારિકતા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ માલ્પાસના નામંકનની જાહેરાત કરતે તેમને વિશેષ વ્યક્તિ અને એક એવા વ્યક્તિ ગણાવ્યા કે જે આ પદ માટે એકદમ યોગ્ય છે.

આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રી મામલાઓ માટે ફાઈનાન્સ એડિશનલ સેક્રેટરી તરીકે 62 વર્ષીય માલ્પાસ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંકનું કામકાજ સંભાળે છે. આંતરરાષ્ટ્રીય રુપથી પ્રખ્યાત અર્થશાસ્ત્રી માલ્પાસ પાસે અર્થશાસ્ત્ર, નાણા, સરકાર અને વિદેશ નીતિમાં 40 વર્ષનો અનુભવ છે. 2016ની ચૂંટણી દરમિયાન માલ્પાસ ડોનાલ્ડ ટ્રંપના આર્થિક સલાહકાર રહ્યા હતા.

જોર્જટાઉન યૂનિવર્સિટીની પ્રતિષ્ઠિત સ્કૂલ ઓફ ફોરેન સર્વિસથી ઈન્ટરનેશનલ અર્થશાસ્ત્રમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ માલ્પાસે પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના કાર્યકાળમાં ઉપ સહાયક નાણા પ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબલ્યૂ બુશના કાર્યકાળમાં ઉપ સહાયક વિદેશ પ્રધાનના પદ પર કામ કર્યું હતું.

માલ્પાસના નામની જાહેરાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે ધ વોલ સ્ટ્રીટ જર્નલે આજે એક સંપાદકીયમાં કહ્યું કે ડેવિડ માલ્પાસ એક યોગ્ય પસંદ છે. અમેરિકા વિશ્વ બેંકમાં સૌથી વધારે યોગદાન આપે છે. તે તેને દર વર્ષે એક અબજ ડોલરની ધનરાશી આપે છે.

ઉલ્લેખનીય છે કે પસંદગી પ્રક્રિયામાં ટ્રંપની દિકરી અને વરિષ્ઠ રાષ્ટ્રપતિ સલાહકાર ઈવાન્કા ટ્રમ્પે મ્નુચિનની મદદ કરી હતી. ઈવાન્કા ટ્રમ્પે કહ્યું કે વિશ્વ બેંકના પડકારો અને અવસરો મામલે ડેવિડની વ્યાપક જાણકારી તેમને આ મહાન સંસ્થાનના યોગ્ય મેનેજર બનાવે છે.