મતદાન કરશો તો મળશે પેટ્રોલમાં છૂટ, પેટ્રોલિયમ કંપનીઓની ઝૂંબેશ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક છે. ત્યારે આવામાં તમામ પાર્ટીઓ વોટ માટે મતદારોને જાગૃત કરવાના કામમાં લાગેલી છે. ચૂંટણી માટે મતદાતાઓને જાગૃત કરવા માટે હવે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન આગળ આવ્યું છે. આના માટે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને વોટિંગના દિવસે મતદાન કરવા પર પેટ્રોલના બિલમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. જો મતદાનના દિવસે તમે વોટ આપશો તો તમને પેટ્રોસ-ડીઝલના બિલમાં 50 પૈસા પ્રતિ લીટરની છૂટ આપવામાં આવશે.

ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે મતદાતાઓને વોટિંગ પ્રત્યે જાગૃત કરવાના ઈરાદાથી પ્રમોટ વોટિંગ ઝૂંબેશ શરુ કરી રહ્યા છીએ, આ અંતર્ગત વોટ આપવા પર 50 પૈસા/ લીટરની છૂટ આપવામાં આવશે. આ ઓફરમાં ભાગ લેનારા પેટ્રોલ પંપો પર સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપ્લબ્ધ હશે. ફાયદો પ્રાપ્ત કરવા માટે ગ્રાહકોને પોતાની આંગળી પર વોટિંગનું નિશાન બતાવવાનું રહેશે.

AIPDA ના અધ્યક્ષ સંજય બંસલે જણાવ્યું કે વોટિંગ બાદ જો ગ્રાહક 20 લીટર ઈંધણ પર છૂટ પ્રાપ્ત કરી શકશે. બંસલે આશા વ્યક્ત કરી કે 58000 ડીલર સદસ્યો પૈકી આશરે 90 ટકા લોકો આ ઝુંબેશમાં ભાગ લેશે. તેમણે એમ પણ કહ્યું કે આ સબસિડીનો બોજ ઓઈલ કંપનીઓ નહી પરંતુ ડિલર્સ ઉઠાવશે. દેશમાં લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી કુલ 7 ચરણમાં યોજાવાની છે. આ ચૂંટણીમાં આશરે 90 કરોડ લોકો વોટ આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]