હવે નહીં વેચાય આઈફોન 6 અને 6S, ઘણાં સ્ટોર્સ બંધ થશે

નવી દિલ્હીઃ અમેરિકાની ફોન નિર્માતા કંપની એપલે ભારતમાં આઈફોન 6 અને આઈફોન 6 એસ, તેમજ આઈફોન 6 પ્લસનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કંપનીએ તે સ્ટોર્સને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જે એક મહિનામાં 35 થી વધારે ફોન નથી વેચી શકતાંં.

હકીકતમાં મામલો એ છે કે કંપની ભારતમાં એપલની પ્રીમિયમ બ્રાંડ વેલ્યૂ બનાવી રાખવા ઈચ્છે છે. કંપનીનું કહેવું છે કે આ ફોનનું વેચાણ બંધ કરવાથી આઈફોનની શરુઆતની કીંમત આશરે 5 હજાર રુપિયા સુધી વધી જશે. એક એક્ઝિક્યૂટીવે જણાવ્યું કે એપલ ઈચ્છે છે કે ભારતમાં તેના ટ્રેડ પાર્ટનર ઓછા હોય, પરંતુ તેમની સાથે કંપની સંબંધ મજબૂત હોય. આનાથી સ્ટોર તેમની શરતો અનુસાર ખુલશે અને ગ્રાહકના અનુભવને વધારે સારો બનાવી શકાશે.

આપને જણાવી દઈએ કે એપલે વર્ષ 2014માં આઈફોન 6 લોન્ચ કર્યો હતો. તેના 32 જીબી વેરિએન્ટની કીંમત આશરે 24,900 રુપિયા અને આઈફોન 6એસ વર્ઝનની કીંમત 29,900 રુપિયા છે. એક્ઝિક્યૂટીવે કહ્યું કે એપલે ડિસ્કાઉન્ટેડ બ્રાંડનું ટેગ હટાવવા માટે ગત વર્ષે આઈફોન એસઈની શરુઆતી કીંમત 21,000 રુપિયાથી વધારી દીધી હતી અને આને ઓનલાઈન સ્ટોર્સ પરથી પણ હટાવી દીધો હતો. એક એક્ઝીક્યૂટીવે જણાવ્યું કે કંપની ઈચ્છે છે કે ભારતમાં એપલ પ્રીમિયમ બ્રાંડ બની રહે. તે આઈફોન સરેરાશ કીંમત વધારવા માંગે છે.

એપલ ડિસ્ટ્રીબ્યૂટર્સે પોતાની આસ-પાસના સ્ટોર્સને જાણકારી આપી છે કે કંપની તે આઉટલેટ્સને બંધ કરવા ઈચ્છે છે, જેમનો એરિયા 350-400 વર્ગ ફુટથી ઓછો છે અને જેઓ એક મહિનામાં 35 આઈફોનનું વેચાણ નથી કરી શકતા. એપલ ઓથોરાઈઝ્ડ રિસેલર્સના નામથી જાણીતા આ સ્ટોર્સ 500 વર્ગફુટથી વધારે એરિયામાં ખુલે છે. કંપની ઈચ્છે છે કે તેના તમામ ટ્રેડ પાર્ટનર્સ સાથે એકથી વધારે આ પ્રકારના સ્ટોર્સ હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]