વિજય માલ્યાના શેર્સ પર ડિયાજિયોએ દાવો કર્યો, કંપનીએ માંગ કરી કરી કે…

નવી દિલ્હીઃ બ્રિટીશની એક લીકર કંપની ડિયાજિયોએ માંગ કરી છે કે વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટ કાર્યવાહીમાં તેને પણ પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવે. ડિયાજિયોનો દાવો છે કે ભાગેડુ બિઝનેસમેન અને તેના દિકરા સિદ્ધાર્થ માલ્યાએ જે શેર ગીરવે મુક્યા હતા તેના પર તેનો કાયદાકીય આધિકાર છે.

ડિયોજિયો હોલ્ડિંગ્સ નીધરલેન્ડ્સ બીવીએ માંગ કરી છે કે આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટમાં તેની વાત પણ સાંભળવામાં આવે. તેણે એસસબીઆઈની આગેવાની વાળી સરકારી બેંકોના એક સમૂહની તે અરજીનો વિરોધ કર્યો કે જેમાં માલ્યાની તે એસેટ્સને તુરંત જ કુર્ક કરવાની માંગ કરવામાં આવી છે, જેને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જપ્ત કર્યા છે.

ડિયાજિયોની અરજીમાં કહેવામાં આવ્યું કે બેંકોનું સમૂહ તો ડિયાજિયો ડોલ્ડિંગ્સ નીધરલેન્ડ બીવીના અધિકારોને પ્રાયોરીટી આપતું નથી. કંપનીએ કોર્ટને અનુરોધ કર્યો કે માલ્યાની એસેક્ટને કુર્ક કરવા પર કોઈપણ આદેશ જાહેર કરતા પહેલા તેને પોતાની વાત મૂકવાની તક આપવામાં આવશે.

આ અરજીમાં કહેવામાં આવ્યું કે બેંક 3 જૂન 2017ના એ સંશોધિત રિકવરી સર્ટિફિકેટનો સહારો લઈ રહ્યા છે જેને ડેટ રિકવરી ટ્રાઈબ્યૂનલ બેંગલુરુએ જાહેર કરી હતી. આમાં યૂનાઈટેડ બુઅરીઝ લિમિટેડમાં વિજય માલ્યાના 10,486,666 શેર અને યૂબીએલમાં માલ્યા અને તેના દિકરા સિદ્ધાર્થ માલ્યાના 1,04,64,288 શેર સમાવિષ્ટ છે, તેમને યૂટીઆઈ એડવાઈઝર સર્વિસીઝ લિમિટેડના ફેવરમાં ગીરવે રાખવામાં આવ્યું હતું.

ડિયાજિઓએ કહ્યું કે તેના અધિકારને અવગણી ન શકાય. તેણે કહ્યું કે ગિરવે મૂકેલા શેરો પર કંપનીનો કાયદેસરનો અધિકાર છે. તેણે બેંકોના સમૂહ દ્વારા આપવામાં આવેલા આવેદન અને અન્ય પ્રતિવાદીઓના જવાબ જોવાની માંગ કરી છે.

આવેદનમાં કહેવામાં આવ્યું કે ડિયાજિયોએ પોતાના વકીલ દ્વારા ઈડીને 21 ફેબ્રુઆરીના રોજ લેટર લખીને બેંકોની એપ્લિકેશન્સને બતાવવાની માંગ કરી હતી પરંતુ ઈડીએ તેને કોઈ દસ્તાવેજ નથી આપ્યા. ઈટીએ 8 માર્ચના રોજ જાણકારી આપી કે યૂનાઈટેડ સ્પિરિટ્સમાં બહુમત ભાગીદારી રાખનારી ડિયાજિયો માલ્યાની એસેટ્સ પર પોતાનો પહેલો એધિકાર હોવાનો દાવો કર્યો.

સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એજન્સી ડિયાજિયોની અરજીનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે તે માલ્યાના ભાગેડુ આર્થિક અપરાધી હોવા સાથે જોડાયેલી કાર્યવાહીમાં પ્રતિવાદી બનવાની માંગ કરી શકે છે. પીએમએલએ કેસમાં તેનો કોઈ અધિકાર નથી બની રહ્યો.