એસી, ફ્રિજ અને ટીવીના ભાવમાં થઈ શકે છે વધારો, આ છે કારણ…

નવી દિલ્હીઃ જો તમે કોઈ, ફ્રીજ, ટીવી અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવા માટે વિચારી રહ્યા છો, તો જલ્દી ખરીદી લો. કારણ કે થોડા સમયબાદ આ ઉત્પાદનો મોંઘા થાય તેવી શક્યતા. કેન્દ્ર સરકાર એસી, ફ્રિજ, વોશિંગ મશીન અને માઈક્રોવેવ ઓવનમાં ઉપયોગ થનારા કાચા માલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ઉત્પાદનોના ભાવ 8-12 ટકા સુધી વધી ગયા છે.

વાણિજ્ય મંત્રાલયે એસી અને ફ્રિજના કોમ્પ્રેસર અને કન્ડેન્સર પર લાગનારી સ્ટીલની શીટ અને કોપર ટ્યૂબ પર કસ્ટમ ડ્યૂટી વધારવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. સરકારે ગત વર્ષે કોમ્પ્રેસર પર ઈમ્પોર્ટ ડ્યૂટીને 7.5 ટકાથી વધારીને 10 ટકા કરી હતી. ફુલ્લી ફિનિશ્ડ એસી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન પર ડ્યૂટીને બે ગણી કરીને 20 ટકા કરી દેવામાં આવી હતી.

સરકારના આ પ્રસ્તાવિત પગલાથી મેન્યુફેક્ચરર્સની મુશ્કેલીઓ વધી શકે છે. આ પહેલા ઈમ્પોર્ટ ડ્યૂટી વધવા પર મેન્યુફેક્ચરર્સને આ ઉત્પાદનોના ભાવમાં 3-5 ટકાનો વધારો કરવો પડ્યો હતો.

LG Electronics India ના વાઈસ પ્રેસીડન્ટ વિજય બાબુ અનુસાર તેમની કંપનીએ કેન્દ્ર સરકાર સામે આ મુદ્દાને રાખ્યો છે. તો એલજી સીવાય Lloyd, Panasonic, Samsung જેવી કંપનીઓએ પણ CEAMA દ્વારા સરકાર સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો છે. CEAMA ના પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું કે કમ્પોનેન્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી ન વધારવી જોઈએ કારણ કે દેશમાં આના મેન્યુફેક્ચરિંગ માટે કોઈ ઈકોસિસ્ટમ નથી.

સરકાર ફુલ્લી ફિનિશ્ડ ગુડ્સ પર ભલે જ કસ્ટમ ડ્યૂટી વધારી દે, પરંતુ કમ્પોનેન્ટ્સ પર લાગેલી કસ્ટમ ડ્યૂટી ઓછી થઈ જવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]