સરકારી ચેતવણી છતાં ક્રિપ્ટોકરન્સી લેવા માટે લોકોની જામતી ભીડ

બેંગ્લોરઃ સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં લોકો બિટકોઈન, રિપલ અને લાઈટકોઈન જેવી ક્રિપ્ટોકરંસી તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ક્રિપ્ટોકરંસી એક્સચેંજ કરનારા પ્લેટફોર્મ્સ પર રજિસ્ટ્રેશન માટે લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે. છેલ્લા થોડા વર્ષમાં વર્ચ્યુઅલ કરંસીની કીંમતોમાં અવિશ્વસનીય વધારો થયો છે જેને લઈને લોકો તેને ટ્રેંડ કરવા માંગે છે. ક્રિપ્ટોકરંસી એક્સચેંજ કરનારી બેંગ્લુરૂની કંપની યૂનોકોઈનના આંકડાઓ અનુસાર ડિસેમ્બર 2016માં તેમના ત્યાંથી એક હજાર લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું. ત્યાં જ ગત મહિને સરેરાશ દસ હજાર જેટલા રજિસ્ટ્રેશન થયા હતા.

 

 

 

 

 

 

 

 

 

ક્રિપ્ટોકરંસી એક્સચેંજ કરનારી તમામ વેબસાઈટોની સ્થિતી પણ આવી જ છે. કોઈનશ્યોર દ્વારા પોતાની વેબસાઈટ પર મેસજ લખી દેવામાં આવ્યો છે કે કસ્ટમર્સની કેવાયસી પ્રોસેસમાં હજી સમય લાગશે. તેમની પાસે રજિસ્ટ્રેશન માટે એક દિવસમાં આશરે ચાર હજાર જેટલી અરજીઓ આવી રહી છે અને તે લોકોએ પોતાની વેબસાઈટમાં પણ ફેરફાર કરીને વેરિફિકેશન વગર પેમેંટ કરવાનો ઓપ્શન બંધ કરી દિધો છે. તો આ સીવાય અન્ય વેબસાઈટ્સ પાસે પણ કામ વધી ગયું છે જેને લઈને તેઓ નવા લોકોને નોકરી પર રાખવાનો પણ વિચાર બનાવી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]