વિદેશના સ્ટોક માર્કેટમાં ‘બ્લડબાથ’, સેન્સેક્સમાં 561 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ– શેરબજારમાં અમેરિકન સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટના ગાબડા પાછળ કડાકો બોલી ગયો હતો. જો કે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1200થી વધુ પોઈન્ટ તૂટ્યા પછી બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. અને માર્કેટ ગાબડા પડ્યા પછીનો સુધારો આવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 561.22(1.61 ટકા) તૂટી 34,195.94 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 168.30(1.58 ટકા) તૂટી 10,498.25 બંધ રહ્યા હતા. આમ એક જ ટ્રેડિંગ સેશનમાં બોલી ગયેલા કડાકાને પગલે રોકાણકારોની 5,22,054 કરોડની મૂડીનું ધોવાણ થયું છે. પણ ઈન્ટ્રા-ડેના કડાકા પછી માર્કેટમાં રીકવરી આવતાં ટ્રેડિંગ સેશનને અંતે રોકાણકારોના 2,73,260 કરોડની મૂડીનું ધોવાણ થયું હતું.

વિશ્વના સ્ટોક માર્કેટમાં કડાકા

ડાઉ જોન્સ
નેસ્ડેક
જાપાનનો નિક્કી

સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ

હોંગકોંગનો હેંગસેંગ

તાઈવાનનો તેઈપેઈ

કોરિયાનો કોસ્પી

ચીનનો શાંઘાઈ

લંડનનો ફુટસી

ફ્રાન્સનો કેક-40

જર્મનીનો ડેક્સ

-1175.21

– 273.42

– 1071.84

– 76.55

-1649.80

-542.25

-38.44

-117.79

-140.12

-102.52 

-315.47

24,345.75

6,967.53

21,610.24

3406.38

30,595.42

10,404.00

2453.31

3369.71

7194.86

5,183.31

12,372.02

આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ, લાર્સન ટુબ્રો અને ભારતી એરટેલ જેવા હેવીવેઈટ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી સેન્સેક્સમાં નીચા મથાળે 33,482થી 1039 ઉછળ્યો હતો. જ્યારે નિફટી નીચામાં 10,276.30 થઈ ત્યાંથી 318 પોઈન્ટ ઊંચકાયો હતો.

આ પહેલા સેન્સેક્સ સવારે ઓપનિંગ સેશનમાં 1003 પોઈન્ટના કડાકા સાથે 33,753.78 ખુલ્યો હતો. તેમજ નિફટી પણ સવારે 371 પોઈન્ટના કડાકા સાથે 10,295.15 ખુલ્યો હતો.

અમેરિકન સ્ટોક માર્કેટમાં 6 વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. અમેરિકામાં બોન્ડ યીલ્ડ 2.88 ટકા પહોંચી ગયું હતું, જેને પગલે હેવી સેલ ઓફ આવ્યો હતો. એક તબક્કે ડાઉ જોન્સમાં 1600 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. પણ ટ્રેડિંગ સેશનને અંતે ડાઉ 1175 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. તેની પાછળ સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ અને ભારતીય શેરબજાર ભારે નીચા મથાળે ઓપન થયા હતા. દેશ અને વિદેશના સ્ટોક માર્કેટમાં ભારે કડાકાનો મોટો ગભરાટ ફેલાયો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]