પ્રોજેક્ટ કોસ્ટ વધારવા પર રાષ્ટ્રપતિનો અનુરોધ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોસ્ટ અકાઉન્ટન્ટ્સને આહ્વાન કર્યું છે કે તેઓ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ખોટી રીતે પરિયોજનાઓની પ્રોજેક્ટ કોસ્ટને ઉંચી દેખાડવાના જુઠ્ઠાણાને પહોંચી વળવા દેશની મદદ કરે. તેમણે જણાવ્યું કે આવા એકાઉન્ટન્ટ્સે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે ફાલતુ ખર્ચના કારણે ઉત્પાદનનો ખર્ચ ઉંચો ન થઈ જાય. રાષ્ટ્રપતિ ભારતીય આઈસીએઆઈમાં સંબોધન કરી રહ્યા હતા તે સમયે તેમણે આ વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે કોસ્ટ અકાઉન્ટન્ટ્સને એવી પ્રણાલિઓ અને પ્રક્રિયાઓનો વિકાસ કરવો જોઈએ કે જેથી ખર્ચને ઓછો કરી શકાય અને ખર્ચ કરવામાં આવેલી એક એક પાઈ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય. તેમણે જણાવ્યું કે આપણા વ્યાવસાયિક જગતમાં ક્યારેક-ક્યારેક ગોલ્ડ પ્લેટિંગની ખોટપ દેખાઈ શકે છે. એ જવાબદારી કોસ્ટ અકાઉન્ટન્ટ્સની છે કે તેઓ આને પહોંચી વળવા મદદ કરે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ગોલ્ડ પ્લેટિંગ એવી સ્થિતીને કહેવાય છે કે પ્રોજેક્ટ કોસ્ટને એવા ખર્ચ દ્વારા ઉંચી દેખાડવામાં આવે કે જે ટાળવા લાયક હોય. પછી તેના ખર્ચની વસુલી ગ્રાહકો પાસેથી કરવામાં આવે છે. સમારોહમાં કંપની મામલાના પ્રધાન પી.પી.ચૌધરી પણ ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું કે કોસ્ટ અકાઉન્ટન્ટ્સને કંપનીઓએ પારદર્શિતા અને સચ્ચાઈ સાથે કામ કરવાનો રસ્તો બતાવવો જોઈએ. આનાથી તમામ પક્ષોને ફાયદો થશે.