સ્કૂટરમાં સીએનજી કીટ મંજૂર, થશે આટલો ફાયદો

નવી દિલ્હીઃ જો તમે પેટ્રોલના ભાવથી હેરાન છો અને તમને તમારુ બાઈક ચલાવવું મોંઘુ પડી રહ્યું છે તો આપના માટે રાહતના સમાચાર છે. તમે હવે તમારા સ્કૂટરમાં સીએનજી કીટ લગાવી શકો છો. આનાથી 44 રુપિયામાં 80 કિલોમીટર સુધીનો પ્રવાસ કરી શકાશે. સીએનજી કિટ માટે 15 હજાર રુપિયા ખર્ચ કરવા પડશે. સીએનજી સાથે જ સ્કૂટરને પેટ્રોલ ફ્યૂલમાં પણ ચલાવી શકાશે. આના માટે સ્કૂટરમાં એક સ્વીચ બટન હશે.

સ્કૂટરમાં સીએનજી કીટ લગાવવાનું કામ Lovato દ્વારા કરવામાં આવે છે. સ્કૂટરમાં પણ હોન્ડા એક્ટિવામાં આનું ટેસ્ટિંગ સફળ રહ્યું છે. આ એક ઓફ્ટર માર્કેટ ફિટિંગ છે. કંપની દ્વારા આ પ્રકારની ઘણી સીએનજી કીટ લગાવવામાં આવી રહી છે. આ સીએનજી કિટને લગાવવાની મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. સાથે જ આને ઓટોમોટિવ રિસર્ચ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે. આ કિટનું વેચાણ મહાનગર ગેસ દ્વારા કરવામાં આવે છે.

જો તમારે પણ સીએનજી કીટ લગાવવી હોય તો સૌથી પહેલા MGL Connect એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યાર બાદ આ એપ પર સીએનજી સ્ટેશન, સીએનજી કિટ ફિટિંગ સ્ટેશન સહિત ઘણા પ્રકારની જાણકારી પ્રાપ્ત થશે. અહીંયાથી સીએનજી લગાવનારા નજીકના ડીલર વિશે પણ માહિતી પ્રાપ્ત કરી શકાશે.

સીએનજી કિટ લાગવાથી સ્કૂટરમાં કોઈપણ પ્રકારનો બદલાવ નહી આવે અને સ્કૂટર અલગ પણ નહી દેખાય. સ્કૂટરના રેગ્યુલર કલર પર સીએનજીનું ગ્રીન સ્ટીકર લગાવવામાં આવશે. સીએનજી કીટને સીટની નીચે સ્પેસ બોક્સમાં ફિટ કરવામાં આવે છે. આમાં બે નાના ટેન્ક હોય છે જેમાં 2 કિલોગ્રામ સીએનજી આવે છે.

સીએનજી સ્કૂટરથી કુલ 160 કિલોમીટર સુધી ફરી શકાય છે. જો તમે શહેરી રાઈડર છો અને રોજનું 25 થી 30 કિલોમીટર ડ્રાઈવ કરવાનું હોય છે તો તમારે ત્રણથી ચાર દિવસમાં સીએનજી ભરાવવો પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]