ચીનના ઝોંગ શાનશાન છે એશિયાના નંબર-1 શ્રીમંત

બીજિંગઃ ચીનમાં બોટલ-બંધ પાણી અને રસી નિર્માણ ઉદ્યોગના માંધાતા ઝોંગ શાનશાન એશિયામાં નવા નંબર-1 શ્રીમંત બન્યા છે. બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવા અહેવાલ અનુસાર શાનશાને ચીનના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે અલીબાબા ગ્રુપના જેક માને પાછળ રાખી દીધા છે અને એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બનીને મુકેશ અંબાણીને પાછળ રાખી દીધા છે.

વિશ્વસ્તરે શાનશાન સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં 11મા નંબરે આવ્યા છે. 2020ની સાલમાં 66 વર્ષીય શાનશાનની સંપત્તિ 70.9 અબજ ડોલર વધીને 77.8 અબજ ડોલર થઈ છે. અંબાણીની કુલ સંપત્તિ 76.9 અબજ ડોલર (આશરે રૂ. 5.63 લાખ કરોડ) છે. જેક માની કુલ સંપત્તિ 51.2 અબજ ડોલર છે. શાનશાને રસી નિર્માણ કરતી કંપની બીજિંગ વાન્તાઈ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઈઝ કંપનીને ગયા એપ્રિલમાં ખરીદી લીધી હતી. ત્યારબાદ મે મહિનામાં એમણે બોટલ્ડ વોટર નિર્માતા કંપની નોંગ્ફૂ સ્પ્રિંગ કંપનીને ખરીદી લીધી હતી. એમણે કંપનીને હસ્તગત કરી ત્યાર પછી નોંગ્ફૂનો શેર 155 ટકા ઉછળ્યો છે જ્યારે વાન્તાઈનો શેર 2,000 ટકા વધ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]