ટ્રેડ વૉર: અમેરિકા બાદ હવે ચીને લગાવ્યો ટેરિફ

બિજીંગ- અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ શરુ થયું છે. ગતરોજ અમેરિકાએ 34 અબજ ડોલરના ચીનથી આયાત થતા સામાન પર 25 ટકા નવો ટેરિફ લાગૂ કરીને ચીનને મોટો ઝાટકો આપ્યો છે. ચીનના સરકારી અખબારમાં જણાવ્યા મુજબ ચીને ‘જેવા સાથે તેવા’નું વલણ અપનાવ્યું છે અને અમેરિકાથી આયાત થયા સામાન ઉપર ટેરિફ લાગૂ કરી દીધો છે. મહત્વની વાત એ છે કે, ચીનનો નિર્ણય અમેરિકાને પ્રભાવિત કરશે.ચીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, અમેરિકાના આ નિર્ણયથી તે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે જરુરી પગલાં લેશે. ચીનના વાણિજ્ય મંત્રાલયની વેબસાઈટ પર જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘અમેરિકા દ્વારા ઈતિહાસના સૌથી મોટા વેપાર યુદ્ધની શરુઆત કરાયા બાદ ચીન તેના લોકો અને દેશના હિતોની સુરક્ષા માટે જરુરી તમામ પગલાં લેવા સ્વતંત્ર છે’.

અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈન ચાઈનાના ચેરમેન વિલિયમ જેરીટે એક મુલાકાતમાં જણાવ્યું કે, આ પ્રકારના વેપાર યુદ્ધમાં વિજેતા કોઈ નહીં બને. વધુમાં તેમણે કહ્યું કે, કાઉન્ટર પ્રોડક્ટિવ ઈમ્પોર્ટ ચેરિફ અમેરિકા અને ચીનના અર્થતંત્રોને તો નુકસાન કરશે જ. સાથે જ આનાથી વિશ્વના દેશો પણ પ્રભાવિત થશે.

ઉલ્લેખનીય છે કે, ચીને જણાવ્યું હતું કે, તે પહેલા ટ્રેડ વૉરની શરુઆત નહીં કરે. પરંતુ જો અમેરિકા ટ્રેડ વૉરની શરુઆત કરશે તો ચીન પીછેહટ પણ નહીં કરે. આ અંગે ચીનના વાણિજ્ય મેત્રાલયે જણાવ્યું છે કે, આ મામલાને તેઓ WTOમાં પણ રજૂ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]