મંદી પર CEA સુબ્રમણ્યમે આપી જબરી સલાહ, માઈન્ડસેટ બદલે પ્રાઈવેટ સેક્ટર કંપનીઓ…

નવી દિલ્હીઃ દેશ આર્થિક સુસ્તીના દોરમાંથી ગુજરી રહ્યો છે. આ સ્થિતિમાં અલગઅલગ સેક્ટરની પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ સરકાર પાસેથી મદદ માગી રહી છે. તો સરકાર દ્વારા આ કંપનીઓને સલાહ મળી છે. મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને માઈન્ડસેટ બદલવાની સલાહ આપી છે.

પ્રાઈવેટ સેક્ટરની તુલના એક જવાન થઈ ચૂકેલા વ્યક્તિ સાથે કરતા સુબ્રમણ્યમે કહ્યું કે, આ 30 વર્ષના વ્યક્તિને હવે પોતાના પગ પર ઉભું થવું જોઈએ. આ પુખ્ત વ્યક્તિ સતત પોતાના પિતા પાસેથી મદદ ન માંગી શકે. તમારે આ વિચારધારાને બદલવી પડશે. તે એ માઈન્ડ સેટ ન રાખી શકો કે નફો પોતે જ લઈ લઉં અને ખોટ થાય તો બધાં પર તેનો બોજ નાંખુ.  

આ સાથે જ સુબ્રમણ્યમે પ્રાઈવેટ કંપનીઓને સંકટના સમયમાં મદદ અથવા પ્રોત્સાહન પ્રાપ્ત કરવાના પોતાના વિચારને પણ બદલવાની સલાહ આપી. તેમણે કહ્યું કે ઉપભોગથી નહી પરંતુ માત્ર રોકાણથી અર્થવ્યવસ્થા આગળ વધશે. સુબ્રમણ્યમે કહ્યું કે ખપત વધવાથી 10,000 ડોલર પ્રતિ વ્યક્તિ આવક અથવા આનાથી વધારે આવક વાળી અર્થવ્યવસ્થાને જ ફાયદો થશે.

સરકાર તરફથી આ ટિપ્પણી એવા સમયમાં આવી છે કે જ્યારે ઓટો કંપનીઓ સહિત ઘણા ક્ષેત્ર સરકારની મદદની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ ઓટો ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજોએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરીને સરકાર પાસેથી વાહનો પર જીએસટીમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. આ જ પ્રકારે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીએ પોતાના વ્યાપારની ખરાબ સ્થિતી પર લોકો અને સરકારનું ધ્યાન કેંચવા માટે એક એડ બહાર પાડી છે. તો રિટેલ સેક્ટરમાં બિસ્કિટ નિર્માતા કંપની Parle એ પણ આવનારા દિવસોમાં 10 હજાર જેટલા લોકોની છંટણીના સંકેત આપ્યા છે. આ સાથે જ કંપનીએ બિસ્કિટ પર જીએસટી કપાતની માંગ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]