નાણાકીય વર્ષ 2018-19 માટે નવા ITR ફોર્મ જાહેર

નવી દિલ્હીઃ સીબીડીટીએ નાણાકીય વર્ષ 2018-19 માટે નવું આઈટીઆર ફોર્મ જાહેર કર્યું છે. સીબીડીટીએ જણાવ્યું છે કે નવા ફોર્મમાં કેટલીક જગ્યાને તર્કસંગત કરવામાં આવી છે, પરંતુ ગત વર્ષની તુલનામાં આઈટીઆર દાખલ કરવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીબીડીટીએ જણાવ્યું છે કે કેટલીક શ્રેણીના કરદાતાઓને છોડીને તમામ સાત આઈટીઆર ઈલેકટ્રોનિક રીતે દાખલ કરવા પડશે.
આઈટીઆર-1 સરળ છે, જે વેતનભોગી કરદાતાઓ દ્વારા ભરવામાં આવે છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ 50 લાખ રૂપીયા સુધીની આવક અને એક ઘરવાળા કરદાતાઓ માટે એક પેજનું આઈટીઆર-1 ફોર્મ લાવવામાં આવ્યું છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ગત વર્ષે 3 કરોડ કરદાતાઓએ આ ફોર્મનો ઉપયોગ કર્યો હતો.

સીબીડીટીએ જણાવ્યું કે વ્યક્તિગત લોકો અને હિંદુ અવિભાજિત પરિવારો માટે તેમની આવક વેપાર અથવા અન્ય જગ્યાએથી આવે છે અને તેના માટે આઈટીઆઈર-2 ફોર્મ લાવવામાં આવ્યું છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે આવા વ્યક્તિગત લોકો અથવા હિંદૂ અવિભાજિત પરિવાર જેમની આવકનો સ્ત્રોત કોઈ વેપાર છે તેવા લોકોને આઈટીઆર-3 અથવા આઈટીઆર-4 ફોર્મ ભરવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]