નોટિસ મળવા પર ટેક્સ ડિપાર્ટમેન્ટના ધક્કા નહીં ખાવા પડે, જલદી લાગુ થશે ફેસલેસ સ્ક્રૂટિની

નવી દિલ્હીઃ હવે ટેક્સ નોટિસ મળવા પર તમારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ધક્કા નહી ખાવા પડે. હકીકતમાં સરકાર ફેસલેસ સ્ક્રૂટની સ્કીમ પર કામ કરી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટાયરેક્ટ ટેક્સેસના ચેરમેન પીસી મોદીએ કહ્યું કે દેશમાં જલ્દી જ આ સ્કીમ લાગૂ થઈ જસે. આનાથી ટેક્સપેયર્સને પડી રહેલી મુશ્કેલીઓમાં મોટો ઘટાડો થશે અને નોટિસ મળવાની સ્થિતીમાં તે અધિકારીઓને મળ્યા વિના પોતાનો પક્ષ રાખી શકશે.

સીબીડીટી ચેરમેન ઈન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કી દ્વારા આયોજિત એક ઈન્ટરએક્ટિવ સેશનને સંબોધિત કરી રહ્યા હતા. મોદીએ કહ્યું કે આનાથી સામાન્ય માણસ માટે ઈનકમ ટેક્સ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ સરળ બની જશે. તેમણે પ્રી-ફાઈલ્ડ ઈનકમ ટેક્સ રિટર્નનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આનાથી કમ્પ્લાયન્સને પણ પ્રોત્સાહન મળશે.

રેવન્યૂ કલેક્શનનના સંબંધમાં તેમણે કહ્યું કે વર્ષ 2019-20 માં 13.25 લાખ કરોડ રુપિયાનો ડાયરેક્ટ ટેક્સ ટાર્ગેટ ઉચિત છે અને આને પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રેવન્યૂ કલેક્શનમાં 15 થી 18 ટકા વચ્ચે વધારો નોંધાયો. ગત નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.37 લાખ કરોડ રુપિયા રહ્યું હતું.

મોદીએ કહ્યું કે પાન અને આધાર ઈન્ટરચેન્જેબલ ઉપયોગથી ટેક્સ કમ્પ્લાયન્સમાં મદદ મળશે અને નાગરિકોના ઈઝ ઓફ લિવિંગને વેગ મળશે. જો કે તેમણે કહ્યું કે આનાથી પાનકાર્ડનું મહત્વ ઓછું નહી થાય.