હવે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ પડશે મોંઘુ, આ છે કારણ…

અમદાવાદઃ ટોલ પર રોકડથી ચૂકવણી કરવાની આદત હવે જો બદલાશે તો ફાયદો થશે. જલદી જ આપને આના માટે 10-12 ટકા વધારે ખર્ચ કરવો પડી શકે છે. રોકડથી ચૂકવણીના કારણે ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઓછી કરવા માટે સરકારે આ નવી યોજના બનાવી છે. તે મહાનગરોથી આ ફેરફારની શરુઆત કરી શકે છે. જેમાં રોકડથી ટોલ પર ચૂકવણી કરનારા લોકોથી વધારે ચાર્જ લેવામાં આવશે.

સરકારનું માનવું છે કે વધારે નાણાં આપવા પડશે તો યાત્રીઓની આદતમાં બદલાવ આવી શકે છે. આનાથી તેઓ FASTags દ્વારા ઈલેકટ્રોનિક ટોલિંગ અપનાવવાની દિશામાં આગળ વધશે. સરકારે આ યોજનાને અમલી બનાવી તો રોકડથી ચૂકવણી કરનારા લોકોને નુકસાન થશે. તો અત્યારે પણ ઈ-ટોલિંગ એટલે કે ડિજિટલી પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ મળે છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેશ ટોલિંગના કારણે ટોલ પ્લાઝા પર લાંબી કતારો લાગે છે. અત્યાર સુધી ઈલેકટ્રોનિક ટોલિંગ માટે છૂટ છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા નવી ટોલ પોલિસી બનાવી રહ્યું છે. આમાં આ વાતનો ઉલ્લેખ થઈ શકે છે. ફાસ્ટૈગની શરુઆત 2014માં થઈ હતી. આ RFID ટેક્નોલોજી પર આધારિત છે. આમાં વાહન પર લાગેલા સ્ટિકરથી સેવિંગ અકાઉન્ટ લિંક રહે છે. આની મદદથી ટોલથી વાહન પસાર થતાં જ જાતે જ પેમેન્ટ થઈ જાય છે. આમાં વાહનને ટોલ પર ઉભું રહેવાની જરુર નથી પડતી.

ટોલ પર ડિજિટલ રીતે ચૂકવણી કરવા પર NHAI બેસ રેટ પર પણ છૂટ આપે છે. હવે આમાં થોડો અલગ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈલેકટ્રોનિક ટોલિંગ માટે અત્યારે ડિસ્કાઉન્ટ છે. કેશથી ચૂકવણી કરવા પર સરચાર્જ જોડી શકાય છે. આ સરચાર્જ બેઝ રેટનું 10 થી 20 ટકા હોઈ શકે છે.

ટોલ પર ભીડના કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. આમાં પર્યાવરણીય ખર્ચ જોડાયેલો છે. પછી ભૂમિ અધિગ્રહણનો ખર્ચ છે. કારણ કે કંઝેશનના કારણે મોટા ટોલ પ્લાઝા બનાવવા પડે છે. સમયનું પણ નુકસાન થાય છે. અત્યારે એનએચએઆઈના 400 ટોલ પ્લાઝા પર ઈલેકટ્રોનિક રીતે 30 ટકા ટોલ વસૂલવામાં આવે છે. દિલ્હીની આસપાસ 60 ટકાથી વધારે ટોલ રોકડમાં આવે છે.