IFL એસેટ મેનેજમેન્ટ દ્વારા કેપિટલ એન્હાન્સર ફંડ સિરીઝ-1 લોન્ચ કરાઈ

અમદાવાદઃ આઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા આજે બજાર ડાઉન હોય ત્યારે તેની સામે હેજ સાથે ઊંચામાં ઈક્વિટીના લાભો આપવાનું લક્ષ્ય ધરાવતી યોજના આઈઆઈએફએલ કેપિટલ એન્હાન્સર ફંડ સિરીઝ-1 લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનું માળખું વાર્ષિક મધ્યાહ્ન યોજના તરીકે તૈયાર કરવામાં આવ્યું છે અને તેનો હેતુ નિફ્ટી 50 પુટ ઓપ્શન અને અન્ય ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સાથે પોર્ટફોલિયો હેજ કરવી વ્યૂહરચના સાથે ઈક્વિટી અને ઈક્વિટી સંબંધી સિક્યુરિટીઝમાં રોકાણ કરીને લાંબાગાળે મૂડીમાં ફાયદો પ્રાપ્ત કરવાનો છે.

આ અંગે આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ બિઝનેસના સીઈઓ અમિત શાહે જણાવ્યું કે આઈએફએલ એસેટ મેનેજમેન્ટ ઈક્વિટીના જોખમો બાબતે રોકાણકારોની સમસ્યા અને ભાવનાઓ સમજે છે અને તેમની સુધારિત સંભાવનાઓ આપીને તેમની ચિંતાઓને પહોંચી વળવાનો હેતુ ધરાવે છે. આઈઆઈએફએલ કેપિટલ એન્હાન્સર ફંડ સિરીઝ 1 પુટ ઓપ્શનમાં રોકાણ કરીને નીચામાં અંકુશ રાખવાના હેતુ સાથે તૈયાર કરવામાં આવી છે. આના કારણે રોકાણકારને બજારમાં કરેક્શન સામે હેજ પૂરૂ પાડે.

લાંબા ગાળામાંથી આવતા 95 ટકા પોર્ટફોલિયોના વળતરો યોગ્ય અસ્કયામત ફાળવણીમાંથી આવે છે, અને ફક્ત 5 ટકા પ્રોડક્ટની પસંદગીમાંથી આવે છે. આઈઆઈએફએલ કેપિટલ એન્હાન્સર ફંડ સિરીઝ 1નું લક્ષ્ય ટૂંકા ગાળાની અસ્થિરતા વિશે ચિંતા કરવાના બદલે યોગ્ય અસ્કયામત ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લાંબા ગાળાના રોકાણકરોને અનિશ્ચિતતા આપવાનું છે. આ યોજના મુખ્યત્વે લાર્જ કેપ પોર્ટફોલિયોમાં રોકાણ કરશે અને નિફ્ટી 50 પુટ ઓપ્શન સાથે પોર્ટફોલિયો હેજ કરશે. આના કારણે રોકાણકારો એવી થીમમાં રોકાણ કરી શકે છે કે જેનું લક્ષ્ય જોખમ લઘુત્તમ કરવું અને ઉંચામાં મહત્તમ લાભ પ્રાપ્ત કરવાનો હોય. યોજનાનું લક્ષ્ય અનકેપ્ડ ઉંચામાં સંભાવના સાથે નીચામાં અંકુશ રાખીને ઉત્તમ વળતરો ઉપજાવવાનું છે. વાર્ષિક મધ્યાહ્ન વિશિષ્ટતાથી રોકાણકારોને દર વર્ષે નિર્ધારિત લેણદેણના સમયગાળા દરમિયાન સબસ્ક્રાઈબ અથવા એક્ઝિટ કરવાનો વિકલ્પ મળે છે.