કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાને નાદાર જાહેર કરવા કરી અરજી

નવી દિલ્હીઃ ફેસબુકના માધ્યમથી લોકોના પર્સનલ ડેટા લીક કરી ચૂંટણી માટે તેનો ઉપયોગ કરવાના આરોપોમાં ઘેરાયેલી પોલિટિકલ સન્સલ્ટિંગ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ ખુદને નાદાર જાહેર કરી દીધી છે. કંપનીએ ગુરૂવારના રોજ ન્યૂયોર્કમાં પોતાને બેંકરપ્ટ જાહેર કરવાને લઈને અરજી દાખલ કરી છે. એનાલિટિકા પર આરોપ લાગ્યો હતો કે તેણે દુનિયાભરમાં 8.7 કરોડ લોકોના પર્સનલ ડેટાની ચોરી કરીને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે એક કેમ્પેન બનાવ્યું હતું.

કેમ્બ્રિજ એનાલિટિકાએ કોર્ટમાં પોતાના એસેટ્સની જાણકારી આપતા જણાવ્યું કે તેની પાસે 10 લાખથી 50 લાખ ડોલર સુધીની સંપત્તિ છે જ્યારે તેનું દેવું 10 લાખ ડોલરથી લઈને એક કરોડ ડોલર સુધીનું છે. આપને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જ કંપનીએ જાહેરાત કરી હતી કે તે પોતાના ઓપરેશન્સને બંધ કરવાની છે.

લંડન સ્થિત કંપનીએ પોતાના કામકાજને બંધ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે નેગેટિવ મીડિયા કવરેજને લઈને તેણે આવુ કરવાની ફરજ પડી હતી. આને લઈને તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી અને અન્ય પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ફેસબુકે પણ ડેટા લીકની વાત સ્વીકાર કરતા જણાવ્યું હતું કે અમે પ્રાઈવસી નીયમોમાં બદલાવ કરી રહ્યા છીએ જેથી યૂઝર્સના ડેટા પૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]