33 વર્ષ જૂના ગ્રાહક કાયદામાં ફેરફાર, 5 વર્ષની જેલ અને 50 કરોડનો દંડ સુદ્ધાં થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986માં બદલાવને મંજૂરી આપી દીધી છે. આ સંશોધિત બિલમાં ગ્રાહકોને ખરાબ સામાનનું વેચાણ કરવા પર 5 વર્ષની જેલ અને 50 કરોડ રુપિયાના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ ગ્રાહકોને પ્રોડક્ટના રિકોલ અને રિફંડ કરવા માટેનું કડક પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આ બિલ 33 વર્ષ જૂના 1986ના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની જગ્યા લેશે.

કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ અંતર્ગત ગ્રાહકોના હિતમાં કામ કરવા માટે એક સેન્ટ્રલ ઓથોરિટી બનાવવામાં આવશે. આની રાજ્ય અને જિલ્લા સ્તર પર શાખાઓ હશે, જે ગ્રાહકોની ફરિયાદોને સાંભળશે. ભ્રામક વિજ્ઞાપન તેમ જ

ફાઈલ ચિત્ર

કોઈપણ અન્ય પ્રકારે ગ્રાહકો સાથે ફ્રોડ કરવા પર ઓથોરિટી પાસે વળતર નક્કી કરવાનો અધિકાર હશે. સાથે જ તમામ પ્રોડક્ટને પાછી લેવા અને પૈસા પણ પાછા આપવા માટેનું પણ ફરમાન કરી શકે છે.

નવા બિલમાં ઈ-કોમર્સ કંપનીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી કંપનીઓ જવાબદારી લેવાથી બચતી હતી. પરંતુ નવા બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ ખરાબ સામાન કે સર્વિસ પર નિર્માતા અથવા

સર્વિસ આપનારાની જવાબદારી માત્ર પ્રભાવિત ગ્રાહક સુધી નહી હોય, પરંતુ તે સર્વિસ સાથે જોડાયેલા તમામ ગ્રાહકો સુધી હશે.