મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસીઓને મળશે આવી સુવિધાઓ…

મુંબઈ – ભારતમાં સૌપ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવનાર છે. આ રૂટ પરની બુલેટ ટ્રેન E-5 સિરીઝની હશે. ટ્રેનમાં પ્રવાસીઓ માટે એવી સુવિધાઓ હશે જે અત્યારની કોઈ પ્રીમિયમ ટ્રેનોમાં પણ ઉપલબ્ધ નથી.

બુલેટ ટ્રેનમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલયો હશે અને બાળકોને દૂધ પીવડાવવા અલગ રૂમની વ્યવસ્થા હશે.
બુલેટ ટ્રેનમાં કુલ 10 કોચ હશે અને કુલ 750 સીટ હશે. બિઝનેસ ક્લાસ માટે 55 સીટ હશે અને સ્ટાન્ડર્ડ ક્લાસ માટે 695 સીટ હશે.

તદુપરાંત ટ્રેનમાં એક ફ્રીઝર હશે, હોટ કેસ, બોઈલિંગ વોટર મશીન અને ચા-કોફી મેકર મશીનો પણ હશે. બાળકોને કપડાં બદલવા માટે અલગ વ્યવસ્થા હશે. ત્યાં બેબી ટોઈલેટ સીટ, બાળકોનાં ડાયપર બદલવા માટે એમને સૂવડાવી શકાય એ માટેનું ટેબલ હશે.

વ્હીલચેરગ્રસ્ત પ્રવાસીઓ માટે ખાસ પ્રકારના શૌચાલય હશે.

બુલેટ ટ્રેનઃ મુંબઈમાં BKC સ્ટેશન ભૂગર્ભ હશે…

lબુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મુંબઈમાંનું BKC (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ) સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ હશે. તે જમીનથી 25 મીટર ઊંડે હશે. સ્ટેશન 3 લેવલમાં બાંધવામાં આવશે.

lઆ પ્રોજેક્ટથી બોઈસર અને વિરાર જેવા સેટેલાઈટ નગરોનો આર્થિક વિકાસ કરશે

lબુલેટ ટ્રેન શરૂ થયા બાદ બોઈસર, વિરાર અને થાણેથી મુંબઈ તરફનો પ્રવાસ સમય ધરખમપણે ઘટી જશે

lબોઈસરથી લોકો માત્ર 39 મિનિટમાં મુંબઈ (બીકેસી) પહોંચી શકશે. જ્યારે વિરાર અને થાણેથી બીકેસી સુધીનું ટ્રેન અંતર અનુક્રમે 24 મિનિટ અને 10 મિનિટનું થશે

lમુંબઈ-અમદાવાદ વચ્ચે 6 કલાકનો પ્રવાસ સમય ઘટીને અઢી કલાકનો થઈ જશે

lબુલેટ ટ્રેન પ્રોજેક્ટ પરનું કામકાજ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]