બજેટ વિશેષઃ એક ઘર વેચીને થયેલા કેપિટલ ગેઈનમાંથી બચવા હવે બે ઘર ખરીદી શકાશે

પરિવાર વિભાજનના કિસ્સાને ધ્યાનમાં રાખી બજેટનું પગલું.

 

ઘરોની સમસ્યા અને વિભકત પરિવારના ચલણને ધ્યાનમાં રાખી નાણાં પ્રધાને આ વખતે બજેટમાં એક ઘરને સ્થાને બે ઘર માટે કેપિટ ગેઈન ટેકસની રાહત આપી છે. અત્યારસુધી એવી જોગવાઈ હતી કે કોઈ વ્યકિત એક ઘર વેચી બીજું ઘર ખરીદે તો તેને કેપિટલ ગેઈન ટેકસમાંથી મુકિત મળતી હોય છે, હવે સરકારે નોંધ્યું છે કે પરિવારો વિભાજીત થઈ રહયા છે, જેને પરિણામે ઘણીવાર એક ઘર ને બદલે બે ઘર લેવા પડે છે, જેથી સરકારે હવે આવા બે ઘરના કેસમાં લોંગ ટર્મ કેપિટલ ટેકસની રાહત જાહેર કરી છે.

સામાન્ય રીતે પરિવારકનો મોટું ઘર વેચી બે નાના ઘર ખરીદે છે. કારણ કે ન્યુકિલયર ફેમીલીનો ટ્રેન્ડ વધી રહયોં છે, પરિણામે એક મોટું ઘર વેચ્યા બાદ બે ઘર લેવાની ફરજ પડે છે. હવે આ બજેટ પસાર થયા બાદ બંને ઘરોમાં કરાયેલા રોકાણ પર કેપિટલ ગેઈન ટેકસનો લાભ મળશે. જો કે આ માટે વેચાયેલા આ ઘરની કિમંત બે કરોડ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં એવી શરત રહેશે. આ લાભ જીવનમાં માત્ર એક વાર જ મળશે.

અત્યારસુધી વેચેલા ઘર પર થયેલા કેપિટલ ગેઈનને બચાવવા નવું ઘર લેવું અથવા બાંધવું પડતું હતું, કે પછી સેકશન 54ઈ ધરાવતા કેપિટલ ગેઈન બોન્ડસમાં રોકાણ કરી નાંખવું પડતું હતું.