કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

ના ઈસ પાર, ના ઉસ પાર; નાણાં પ્રધાનનું એવરેજ બજેટ, જેમાં ક્રિએટિવિટીનો અભાવઃ પરેશ કપાસી- (સીએ)

ગુરુવારે નાણા પ્રધાન અરુણ જેટલીએ જીએસટી લાગુ થયા બાદનું પહેલું બજેટ પ્રસ્તુત કર્ય઼ું હતું. આ બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબમાં વધારો કરવા સહિત અનેક મુદ્દાઓ પર કંઈક લાભ મળવાની સામાન્ય જનતાને આશા હતી, પણ મોદી સરકારનું બજેટ ના ઈસ પાર, ના ઉસ પાર જેવું સાબિત થયું.

નાણા પ્રધાને પ્રસ્તુત કરેલા નાણાકીય વર્ષ 2018-19ના આ બજેટમાં ઈન્કમ ટેક્સ સહિત સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાંકોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ,જેની આશા હતી. જયારે કે ઈક્વિટીમાં થતી એક લાખ રૂપિયાથી વધારાની આવક પર 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પગારદાર વર્ગ

પગારદારો માટેના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો આંક પણ 40,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એજ્યુકેશન સેસ 3 ટકાથી વધારીને 4 ટકા કરવાની જાહેરાત કરાઈ હતી.

સિનીયર સિટીઝન્સ

સિનીયર સિટીઝન માટે કલમ 80 ટીટીએ અંતર્ગત મળતા લાભની મર્યાદા વધારીને 50,000 રૂપિયા કરાઈ છે,જ્યારે સિનીયર સિટીઝન માટેના મેડિક્લેઈમની મર્યાદા 30,000 રૂપિયાથી વધારીને 50,000 કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઈક્વિટીમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ પર મળતા ડિવિડંડ પર 10 ટકાનોકર લાગુ કરવામાં આવ્યોછે, જ્યારે સામા પક્ષે ઈ-અસેસમેન્ટની પ્રક્રિયાનો નિકાલ કરવામાં આવ્યોછે. કોઈપણ ટ્રસ્ટ અથવા ચેરિટેબલ ટ્રસ્ટ રોકડામાં 10,000 રૂપિયાથી વધારે રકમ લઈ શકશે નહી અને એના પર ટેક્સ ચાર્જ કરવામાં આવશે.

નાણાપ્રધાને રજૂ કરેલા બજેટ મુજબ મોબાઈલ ફોન અને ટેલિવીઝનના ભાવ વધી શકે છે, કારણકે આ પ્રોડક્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બિઝનેસ ક્ષેત્ર માટે 50 કરોડ રૂપિયાથી 250 કરોડ રૂપિયા સુધીનો ટર્નઓવર કરતી કંપનીઓને માટે કોર્પોરેટ ટેક્સનો દર 25 ટકા કરવાની જાહેરાત પણ  બજેટમાં કરવામાં આવી , જે આવકાર્ય છે.