કેવું છે કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯? શું કહે છે નિષ્ણાતો ‘ચિત્રલેખા’ને…

રોજગારી સર્જન કરતું વિકાસલક્ષી બજેટઃ આશિષ ચૌહાણ (બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર)

મહત્તમ સમાજ કલ્યાણની યોજના મારફત ગ્રોથનું લક્ષ્ય

છેલ્લાં ચાર વર્ષથી સરકારે વિવિધક્ષેત્રે અભૂતપૂર્વ સુધારાઓનો દોર ચાલુ રાખ્યોછે. નાણાપ્રધાન અરુણ જેટલીએ દેશના અર્થતંત્રના વિકાસની પુનઃ સ્થાપના સાથેતેમના બજેટ વક્તવ્યમાં પ્રામાણિક, સ્વચ્છ અને પારદર્શી સરકારનો અનુભવ કરાવ્યોછે. સરકારે આઠ ટકાના વિકાસને હાંસલ કરવા 2018-19ના બજેટમાં ગ્રામીણ માળખાકીય સવલતોને વેગ આપવાનું અને 2022 સુધીમાંખેડૂતોની આવક બમણીકરવાનું નક્કી કર્ય઼ું છે.

સમાજ કલ્યાણની વ્યાપક યોજના
રુરલ લાઈવલીહૂડ સ્પેન્ડ પ્લાન માટે 14 લાખ કરોડ રૂપિયા, કૃષિ ક્ષેત્ર માટે 11 લાખ કરોડ રૂપિયાનું સંસ્થાકીય ધિરાણ, ચાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક લાખ કરોડ રૂપિયા, 1.14 લાખ કરોડ આરોગ્ય અને શૈક્ષણિક કાર્યક્રમો માટે અને 50 કરોડની વસતિને આવરી લેતાં 10 કરોડ કુટુંબો માટે નેશનલ ઈન્સ્યુરન્સ સ્કીમ જેવી જોગવાઈઓ સરકારના એકંદર સામાજિક એજન્ડાનો ખ્યાલ આપેછે. જીડીપીને વેગ આપવા 50 લાખ કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વાપરવામાં આવશે. આટલા મોટા પાયેખર્ચની જોગવાઈ છતાં સરકારે નાણાકીય ખાધ વર્ષ 2015ના 4.1 ટકાથી ઘટાડીને નાણાકીય વર્ષ 2018માં 3.5 પર લાવીને આર્થિક કુનેહનાં દર્શન કરાવ્યાં છે.

એસએમઈને લાભ

રૂ.250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એમએસએમઈ પરનોકોર્પોરેટ ટેક્સ રેટ ઘટાડીને 25 ટકા કરાયો તેનાથી નાની અને મધ્યમ કક્ષાની કંપનીઓને લાભ થશે એટલું જ નહિ તેઓ વિસ્તરણ પણકરી શકશે.

મુડીબજારનો સદુપયોગ

બજારોને યોગ્ય ઘાટ આપવા અને તેમાં મૂડી બજારની ભૂમિકા વધારવાનાં સંખ્યાબંધ પગલાંનું સૂચન કરવામાં આવ્યું છે. મોટી કંપનીઓનેતેમનું 25 ટકા ઋણ બોન્ડ માર્કેટમાંથી પ્રાપ્તકરવાનું ફરજિયાત બનાવવાનું પગલું બોન્ડ્સ માર્કેટના પુનરુત્થાન માટે આવશ્યક છે. નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ દ્વારાડેરિવેટિવ્ઝ અનેકેટલીક સિક્યુરિટીઝની ટ્રાન્સફર સંબંધિત વેરા મુક્તિઓ અને ગિફ્ટ તેમ જ આઈએફએસસી માટે સંયુક્ત નિયામકનું સૂચન અન્યત્ર વળી જતા ઓવરસીઝ ટ્રેડિંગ અને પ્રાઈસ રિકવરીને ફરી ભારતમાં લઈ આવવાની દિશામાં હકારાત્મક પગલું છે. ઈટીએફ તેની સરળતા, નીચા ખર્ચ અને વપરાશમાં સુગમતાનેકારણે મૂડીરોકાણ ક્ષેત્રેક્રાંતિ લાવી રહ્યાંછેત્યારે સરકાર ડેટ ફાઈનાન્સિંગ માટેડેટ ઈટીએફ લોન્ચ કરશે એ જોવું રસપ્રદ બની રહેશે. નાણાપ્રધાને એકંદરે ઉત્કૃષ્ટ બજેટ રજૂ કર્ય઼ું છે.