લેન્ડલાઈન ફોનમાં પણ મળશે એસએમએસ, ચેટ, વિડિયો કોલ્સનાં ફીચર્સ

મુંબઈ – સરકાર હસ્તકની ટેલિકોમ ઓપરેટર કંપની બીએસએનએલ તેના લેન્ડલાઈન ફોન્સમાં અનેક નવા ફીચર્સ લાવી રહી છે જેમ કે, ચેટિંગ, મેસેજિંગ (એસએમએસ), વિડિયો કોલિંગ અને પર્સનલ રિંગબેક ટોન.

આ એટલા માટે શક્ય બનશે કે ટેલિફોન એક્સચેન્જીસ નેક્સ્ટ જનરેશન નેટવર્કિંગ (NGN) ટેક્નોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.

બીએસએનએલ રાજસ્થાનમાં તેના ટેલિફોન એક્સચેન્જીસને અપગ્રેડ કરી રહી છે જેથી લેન્ડલાઈન ફોન્સ સ્માર્ટફોન્સની જેમ કામ કરશે. એમાંથી એસએમએસ થઈ શકશે, ચેટિંગ કરી શકાશે અને વિડિયો કોલ્સ પણ કરી શકાશે.

કંપનીના એક અધિકારીનું કહેવું છે કે યુઝરે આ સુવિધાઓ જોઈતી હશે તો પોતાના લેન્ડલાઈન ફોનને આઈપી ફોન સાથે અપગ્રેડ કરાવવો પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]