નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડના ભાવ 80 ડોલર પ્રતિ બેરલની પાર નીકળી ગયા હતા. નવેમ્બર 2014 બાદ આમ પહેલીવાર ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલની પાર ચાલ્યો ગયો છે. જાણકારોનું કહેવું છે કે એકતરફ ઓપેક અને રશિયાએ પ્રોડક્શન ઘટાડી દીધું છે તો બીજી બાજુ માર્કેટમાં ઈરાન દ્વારા પણ સપ્લાયમાં ઘટાડો થવાના કારણે ડર વધ્યો છે. અને આની સીધી અસર કીમતો પર જોવા મળી છે. ગત વર્ષે ક્રૂડના ભાવ 60 ટકાથી વધારે વધી ગયાં હતાં. તો વર્ષ 2018માં અત્યાર સુધી ક્રૂડમાં 20 ટકા જેટલી તેજી જોવા મળી છે. આની અસરરુપે ભારતના સ્થાનિક બજારોમાં પણ ઇંધણના ભાવ વધી શકે છે.
જૂન 2017 બાદની વાત કરવામાં આવે તો ક્રૂડ 79 ટકા મોંઘુ થઈ ચૂક્યું છે. જૂન 2017માં ક્રૂડના ભાવ 44.82 ડોલર પ્રતિ બેરલ પર હતા ત્યાં જ ક્રૂડ 80.18 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ત્યાં જ એક વર્ષ પહેલા ક્રૂડ 52.21 ડોલરના સ્તર પર હતા. ત્યાં જ 2018ની શરૂઆતમાં ક્રૂડ 66.57 ડોલર પ્રતિ બેરલના સ્તર પર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓપેક દેશો સતત ક્રૂડ પ્રોડક્શનમાં કપાત કરી રહ્યા છે. જેના કારણે માર્કેટમાં સપ્લાયની સ્થિતી ટાઈટ છે. રશિયાએ પણ પ્રોડક્શન ઘટાડી દીધું છે. તો ઈરાન પર અમેરિકી પ્રતિબંધની ઘોષણા બાદ તેલની કીંમતો નવી ઉંચાઈ પર આવી રહી છે. ઈરાન દ્વારા પણ હવે સપ્લાય ઘટે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ક્રૂડની કીંમતો અત્યારે 80.18 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. આ નવેમ્બર 2014 બાદ ઉચ્ચતમ સ્તર છે. ત્યાં જ જિયોપોલિટિકલ ટેન્શનની કીંમતોને પણ સપોર્ટ મળી રહ્યો છે. જો કે અમેરિકામાં ઓઈલ રિગ્સનું કાઉન્ટિંગ વધ્યું છે પરંતુ ગત દિવસોમાં રિગ્સમાં પણ ઉણપ આવી હતી.