શેરબજારમાં પાંચ દિવસની મંદીને બ્રેકઃ સેન્સેક્સ 73 પોઈન્ટ સુધર્યો

અમદાવાદ– શેરબજારમાં સતત પાંચ દિવસની મંદીને બ્રેક વાગી છે. લોકસભામાં હોબાળો ચાલુ રહ્યો છે. મોદી સરકાર અવિશ્વાસના પ્રસ્તાવ જીતી જશે, એવી ધારણા પાછળ ઈન્ડેક્સ બેઈઝ્ડ હેવી વેઈટ શેરોમાં નવી લેવાલી આવી હતી, પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 73.64(0.22 ટકા) વધી 32,996.76 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 30.10(0.30 ટકા) વધી 10,124.35 બંધ થયો હતો.ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ સવારે ભારતીય શેરોના ભાવ નરમ ખુલ્યા હતા. પણ મોદી સરકારને કોઈ જ વાંધો નહી આવે તેવા ગણિત પાછળ બ્લૂચિપ શેરોમાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જો કે ટ્રેડિંગ સેશન દરમિયાન બે તરફી કામકાજ વચ્ચે બેઉ તરફી વધઘટ રહી હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ થોડુ સુધર્યું હતું. વળી પાંચ દિવસની એકતરફી મંદીને કારણે માર્કેટ પણ હાઈલી ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયો હતો, જેથી પ્રત્યાઘાતી સુધારો આવવાની અપેક્ષા હતા, તે મુજબ આજે ટેકારુપી લેવાલીથી પ્રત્યાઘાતી મજબૂતી આવી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉછળીને 33,102 અને નિફટી 10,155ની હાઈ બનાવી હતી. પણ ઉછાળે વેચનારા હતા, જેથી આ લેવલ ટકી શકયા ન હતા. અને માર્કેટ વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું.

 • અમેરિકામાં ફેડરલ રીઝર્વની બે દિવસ બેઠક શરૂ થશે, જેમાં વ્યાજ દરમાં વધારા અંગે ચર્ચા થશે. જે અગાઉ દુનિયાના સ્ટોક માર્કેટમાં સાવેચતીનો માહોલ હતો.
 • વીડિયોકોન કંપનીએ ઈન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચરમા પોતાનો પુરો હિસ્સો વેચી નાંખ્યો છે, એટલે કે વીડિયોકોન કંપની વીમા સેકટરમાંથી બહાર નીકળી ગઈ છે. જે સમાચારથી વીડિયોકોનના શેરમાં નવી લેવાલી આવી હતી.
 • કેન્દ્ર સરકારે ખાંડ પરની નિકાસ પર લાગનારી 20 ટકા એક્સપોર્ટ ડયૂટી સમાપ્ત કરી છે, જે સમાચાર પછી સુગર શેરોમાં ભારે લેવાલી આવી હતી.
 • જીએસપીએલની બોર્ડે ગુજરાત ગેસમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનો 28.4 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચારથી જીએસપીએલના શેરોમાં ભારે વેચવાલીથી ભાવમાં ગાબડું પડ્યું હતું.
 • વીતેલા એક વર્ષમાં ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકમાં 24 ટકાનો વધારો થયો છે. જે સમાચારી એરલાઈન સ્ટોકમાં ભારે લેવાલીથી મજબૂતી આવી હતી.
 • રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફયૂચર રીટેઈલમાં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર લિમીટ્સને વધારીને 49 ટકા કરી છે, જેથી ફ્યૂચર રીટેઈલના શેરમાં તેજી આવી હતી.
 • બંધન બેંકનો આઈપીઓ 14.63 ગણો છલકાઈ ગયો છે.
 • આજે બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સેકટરના શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી, જેથી નરમાઈ વધુ આગળ વધી હતી.
 • ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, ફાર્મા, આઈટી સ્ટોકમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
 • રોકડાના શેરોમાં મિશ્ર ટોન હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 32.83 પ્લસ બંધ રહ્યો હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 36.41 માઈનસમાં બંધ રહ્યો હતો.
 • સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ ભારતી ઈન્ફ્રાટેલ(5.09 ટકા), ટેક મહિન્દ્રા(3.85 ટકા), આઈસર મોટર(3.49 ટકા), ટાટા સ્ટીલ(3.14 ટકા) અને સન ફાર્મા(2.23 ટકા).
 • સૌથી વધુ ગગડેલા શેરઃ વેદાન્તા(6.54 ટકા), ઓએનજીસી(1.55 ટકા), બીપીસીએલ(1.36 ટકા), સિપ્લા(1.22 ટકા) અને અલ્ટ્રાટેક સીમેન્ટ(0.90 ટકા).
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]