શેરબજારમાં નવ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 63 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં 9 દિવસની એકતરફી તેજીને બ્રેક વાગી છે. એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત હોવા છતાં ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આજે બેકિંગ, આઈટી અને ફાર્મા સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 63.38(0.18 ટકા) ઘટી 34,331.68 બંધ થયો હતો. તેમજ નિફટી 22.50(-0.21 ટકા) ઘટી 10,526.20 બંધ રહ્યો હતો.ગ્લોબલ માર્કેટના પોઝિટિવ કારણોને પગલે શેરબજાર સવારે તેજી સાથે ખુલ્યું હતું. પણ નવ દિવસની સતત એકતરફી તેજીને કારણે ઊંચા મથાળે નવી ખરીદી અટકી ગઈ હતી. અને એફઆઈઆઈની વેચવાલી સાથે કેટલાક તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ કરવાની તક ઝડપી લીધી હતી. પરિણામે તેજીને બ્રેક વાગી હતી. માર્કેટ હાઈલી ઓવરબોટ પોઝીશનમાં આવી ગયું હતું, જેથી આજે પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો.

  • મંગળવારે રાત્રે અમેરિકાનો ડાઉ જોન્સ 214 પોઈન્ટ વધી 24,787 બંધ હતો, તેમજ નેસ્ડેક 125 પોઈન્ટ વધી 7,281 બંધ હતો.
  • મંગળવારે બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન 150 લાખ કરોડને પાર કરી ગયું હતું, આ પહેલા 22 ડીસેમ્બર-2017ના રોજ બીએસઈનું માર્કેટ કેપ 150 લાખ કરોડને પાર કરી ગયું હતું.
  • હોટલ લીલા વેન્ચર્સ એલઆઈસીને 90 કરોડનું એનસીડીનું પેમેન્ટ કરી શકી નથી. જે સમાચાર પાછળ હોટલ લીલાના શેરમાં વેચવાલી ફરી વળી હતી.
  • ટાયર ઉત્પાદન કરતી કંપની એમઆરએફના શેરનો ભાવ આજે બુધવારે 80,000ને ક્રોસ કરી રેકોર્ડ સપાટી બનાવી હતી. આ દેશનો પહેલો શેર છે કે જેનો ભાવ રૂપિયા 80,000ને પાર કરી ગયો છે.
  • ઈન્ડિયન હ્યુમન પાઈપને ગુજરાત સરકારનો રૂપિયા 108 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે સમાચારથી ઈન્ડિયન હ્યુમન પાઈપના શેરમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]