ક્રુડ ઓઈલનો ભાવ આસમાને, ચૂંટણી સમયે ભાજપની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે હિમાચલ અને ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ ભાજપ માટે પેટ્રોલ અને ડીઝલને લઈને મુશ્કેલીઓ વધી શકે છે. આનું કારણ એ છે કે, ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ 60 ડોલર પ્રતિ બેરલ જેટલા પહોંચી ગયા છે. ક્રુડ ઓઈલ ટ્રેડ માટે ગ્લોબલ બેંચમાર્ક કહેવાતા નોર્થ સી બ્રેટમાં ગઈકાલે કાચા તેલના ભાવ 59.30 ડૉલર જોવા મળ્યા હતા. જુલાઈ-2017 બાદ કાચા તેલનો આ સૌથી ઊંચો ભાવ છે.

ભારતને પોતાની તેલની જરૂરિયાતનો 82 ટકા જેટલો ભાગ આયાત કરવો પડે છે. ભારત પોતાની આયાતના 28 ટકા ભાગની ખરીદી બેંટ બેંચમાર્ક ક્રૂડ પાસેથી કરે છે જ્યારે 72 ટકા ખરીદી દુબઈ અને ઓમાન બેંચમાર્ક પાસેથી થાય છે. ભારત માટે કાચા તેલને લઈને મુશ્કેલીઓ સતત વધતી જાય છે.

જો  કે ગ્રાહકો માટે ચિંતાની વાત એ છે કે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કીમતોમા કોઈપણ પ્રકારનો ભાવ વધારો સ્થાનિકમાં કીમત પર અસર કરે છે. આ વ્યવસ્થાને પગલે પહેલા આંતરરાષ્ટ્રીય કીમતોમાં વધારા ઘટાડાની અસર ભારતમાં તાત્કાલિક થતી નથી. દર પંદર દિવસે ક્રૂડના ભાવ જોઈને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો હતો, પણ હવે દરરોજ ભાવમાં ફરેફાર થાય છે. આથી ભારતના ગ્રાહકો પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જતા બોજો વધી રહ્યો છે, અને તેને કારણે મોંઘવારી પણ સતત વધવાનો ભય સતાવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]