BSE સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર 10 વર્ષમાં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા 10 કરોડને પાર

મુંબઈ – દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પ્લેટફોર્મએ રૂ.5,25,714 કરોડ મૂલ્યના કુલ 10.19 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. 2009માં જ્યારે આ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે 2865 ટ્રાન્ઝેક્શન્સ થયા હતા ત્યાંથી સતત પ્રગતિ આ પ્લેટફોર્મ કરી રહ્યું છે.

પ્લેટફોર્મ પર સતત નવાં રજિસ્ટ્રેશન અને એસઆઈપીઝમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈ સ્ટાર એમએફએ વર્તમાન વર્ષના ઈક્વિટી રોકાણના 26 ટકા ચોખ્ખા પ્રવાહને પ્રાપ્ત કર્યો છે. આ પ્લેટફોર્મ પર 55,000 ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સના નવા ટ્રાન્ઝેક્શનના 42 ટકા ટ્રાન્ઝેક્શન્સ બીએસઈ સ્ટાર એમએફ પર થાય છે.

ઓક્ટોબર, 2019માં 46.76 લાખ અને 13 ઓગસ્ટ, 2019ના રોજ 8.56 લાખ ટ્રાન્ઝેક્શન્સની સિદ્ધિ તેમ જ 10 જૂન, 2019ના રોજ એક જ દિવસમાં 7.62 લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ બીએસઈ સ્ટાર એમએફ પ્રાપ્ત કરી ચૂક્યું છે.