વિમાનયાત્રામાં યાત્રીઓને મળશે મોટી રાહતો, ફ્લાઈટ મોડી તો પૈસા પાછાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વિમાની કંપનીઓની મનમાની ખતમ કરવા માટે એવિએશન સેક્ટરમાં મોટા રીફોર્મ્સની જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન જયંત સિન્હાએ આ મામલે જાહેરાત કરી હતી. પેપરલેસ યાત્રા માટે ડિજિયાત્રાની શરૂઆત સાથે જ કેન્સલેશન ચાર્જીસ પર મોટી રાહત મળવા જઈ રહી છે. સરકારે પેસેન્જર ચાર્ટર ડ્રાફ્ટ જાહેર કરી દીધો છે. કેબિનેટ પાસેથી મંજૂરી મળ્યા બાદ આને લાગુ કરવામાં આવશે.ડ્રાફ્ટના પ્રાવધાનોની જાણકારી આપતા એવિએશન મિનિસ્ટર જયંત સિન્હાએ જણાવ્યું કે ફ્લાઈટ બુકિંગ બાદ 24 કલાકનો લોક ઈન ઓપ્શન હશે. આના બાદ અને ફ્લાઈટના સમયના 96 કલાક પહેલા સુધી ટિકીટ કેન્સલેશન પર કોઈ ચાર્જ નહી આપવો પડે. તો આ સિવાય 24 કલાકની અંદર ટિકીટમાં નામ અને સરનામા જેવા બદલાવ પણ મફતમાં કરાવી શકે છે.

ફ્લાઈટ મોડી પડવા પર નુકસાની  

નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાને જણાવ્યું કે જો એરલાઈન્સ કંપનિઓની ભૂલના કારણે ફ્લાઈટ મોડી આવે તો તેમણે યાત્રીઓને નુકસાની આપવાની રહેશે. જો ફ્લાઈટ બીજા દિવસ સુધી લેટ પડે છે તો કોઈપણ વધારે ચાર્જ વગર એરલાઈન્સ કંપનીએ યાત્રીઓ માટે હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવાની રહેશે. કનેક્ટિંગ ફ્લાઈટ મિસ થવા પર પણ કંપનીઓને વળતર આપવું પડશે. ફ્લાઈટ જો 4 કલાક કરતા વધારે મોડી થાય તો આ સ્થિતીમાં યાત્રીઓ ટિકીટ રદ્દ કરાવી શકે છે. અને તે યાત્રીને પૂરા પૈસા રિફંડ કરવાના રહેશે.

ફ્લાઈટ રદ્દ થવા પર વિકલ્પ

જો યાત્રીઓને 2 સપ્તાહથી ઓછી અને યાત્રાના 24 કલાક સુધી ફ્લાઈટ કેન્સલ થવાની સૂચના આપવામાં આવે છે તો એરલાઈન કંપનીને જૂના શિડ્યુલ અનુસાર 2 કલાકની અંદર અન્ય ફ્લાઈટ અથવા ટિકીટ રિફંડની સુવિધા આપવી પડશે. એ યાત્રી પર નિર્ભર રહેશે કે યાત્રી કઈ પસંદગી કરે છે.

કનેક્ટિંગ ફ્લાઈટ ચૂકવા થવા પર કેટલી નુકસાની?

જો એક યાત્રી ત્રણ કલાકથી વધારે મોડુ થવાના કારણે કનેક્ટીંગ ફ્લાઈટ મિસ કરે છે તો એરલાઈન કંપની 5 હજાર રૂપીયા સુધીની નુકસાની આપશે. ફ્લાઈટ મોડી આવવાનો સમય જો 4-12 કલાક સુધીનો હોય તો 10 હજાર રૂપીયા અને 12 કલાકથી વધારેનો સમય હોય તો આવી સ્થિતીમાં 20 હજાર રૂપીયા એરલાઈન્સ કંપનીએ યાત્રીને ચૂકવવાના રહેશે.

વાઈફાઈ અને મોબાઈલ સેવા

પ્લેન ટેકઓફ કરતા જ યાત્રીઓને ઈન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થઈ શકે છે, જો કે યાત્રીઓએ ઈલેકટ્રોનિક ડિવાઈઝને ફ્લાઈટમાં ફ્લાઈટ મોડ પર રાખવાના રહેશે. મોબાઈલ સેવા પણ પ્રાપ્ત થશે પરંતુ ત્યારે કે જ્યારે વિમાન 3,000 મીટરની ઉપર હોય.

એરસેવાને કરવામાં આવશે વધારે ઉત્કૃષ્ટ

સરળતાથી ફ્લાઈટ બુકિંગ અને કેન્સલેશન માટે એરસેવા મોબાઈલ અને વેબ એપ્લિકેશનને વધારે ઉત્કૃષ્ઠ કરવામાં આવશે. સોશિયલ મીડિયા આઈડી દ્વારા પણ વિમાની સેવામાં લોગ ઈનની સુવિધા પ્રાપ્ત થશે.

આ મામલે જયંત સિન્હાએ જણાવ્યું કે ચાર્ટરનો કાયદો બની ગયા બાદ એરલાઈન્સ કંપનિઓએ આને લાગૂ કરવાનો રહેશે. યાત્રીઓને કેન્સલેશન ચાર્જીસથી રાહતની જરૂરીયાત છે અને અમે આ જરૂરીયાતને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

દિવ્યાંગ યાત્રીઓ માટે પહેલ

સરકારે જણાવ્યું છે કે વિશેષ આવશ્યક્તા વાળા દિવ્યાંગ યાત્રીઓ માટે વિશેષ પ્રાવધાન રાખવામાં આવશે. તો આ સાથે જ સરકાર સ્થાનિક યાત્રીઓને પેપરલેસ મુસાફરીની સુવિધા આપવા જઈ રહી છે. આના માટે યાત્રીઓને એક યૂનિક નંબર પ્રાપ્ત કરવાનો રહેશે. યાત્રા સમયે એરપોર્ટ પર તેમણે માત્ર આ નંબર જ બતાવવાનો રહેશે. આવું કરીને તેઓ પોતાના સમયની પણ બચત કરી શકશે. ડિજિયાત્રી અંતર્ગત ઓળખપત્ર માટે આધાર અનિવાર્ય નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]