ભારતી ઈન્ફ્રાટેલ અને ઈન્ડસનું જોડાણ, બનશે ભારતની સૌથી મોટી ટાવર કંપની

નવી દિલ્હીઃ ભારતી એરટેલે ઈન્ડસ ટાવર અને ભારતી ઈન્ફ્રાટેલના જોડાણને મંજૂરી આપી દીધી છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું કે જોડાણથી બનેલી નવી કંપની ભારતના 22 સર્કલ્સમાં 1.63 લાખ ટાવર સાથે ચીનની બહાર દુનિયાની સૌથી મોટી મોબાઈલ ટાવર કંપની બની જશે. જોડાણ બાદ બનનારી કંપની પાસે ઈન્ડસ ટાવર્સની 100 ટકા ભાગીદારી હશે. ઈન્ડસ ટાવર્સમાં અત્યારે ભારતી ઈન્ફ્રાટેસ (42 ટકા), વોડાફોન (42 ટકા), આઈડિયા ગ્રુપ (11.15 ટકા) અને પ્રોવિડેંડ (4.85 ટકા)ની સામૂહિક હિસ્સેદારી છે.

ભારતી ઈન્ફ્રાટેલ અને ઈંડસ ટાવર્સના વ્યાપારનો આખો વહીવટ નવી કંપનીઓ પાસે હશે અને આનું નામ બદલીને ઈંડસ ટાવર્સ લિમિટેડ થઈ જશે. તો આ સાથે જ આ ઈંડિયન સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ પણ રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતી ઈન્ફ્રાટેલ અને ઈંડસ ટાવરના જોડાણથી નવી ટાવર કંપની સામે આવશે. કંપની તમામ 22 ટેલિકોમ સર્કલમાં ઓપરેટ કરશે અને દેશભરમાં તેના 1.63 લાખ ટાવર હશે. નવી કંપની ચીન બાદ દુનિયાની સૌથી મોટી ટાવર કંપની હશે.

નવી કંપની 4G/4G+/5G ટેક્નોલોજીના ઉપયોગ સાથે વાયરલેસ બ્રોડબેંડ સર્વિસીઝનો વિસ્તાર કરશે, જેથી ભારતીય ગ્રાહકો અને વ્યાપારીઓને ફાયદો મળે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]