અહીં મળી રહી છે અડધાથી પણ ઓછી કીમતમાં કાર, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ જો તમે નવી ગાડી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો પરંતુ બજેટ ન હોવાના કારણે આપ ગાડી લેવાનું ટાળી રહ્યા છો તો આ તમારા માટે શ્રેષ્ઠ તક છે. તમે તમારી પસંદની ગાડી સસ્તી કીંમત પર ખરીદી શકો છે. હકીકતમાં બેંક લોનનો હપ્તો ભરવામાં અસમર્થ લોકોની ગાડીઓ જપ્ત કરીને નીલામ કરી રહી છે. તમે પણ આ નીલામીમાં ભાગ લઈને અડધાથી પણ ઓછી કીંમત પર ગાડી ખરીદી શકો છો. ત્યારે આવો જાણીએ કઈ ગાડી કેટલી કીંમતમાં મળી રહી છે.

કોર્પોરેશન બેંક જુલાઈ 2012 મોડલની બે ટાટા ઈન્ડિગો નીલામ કરી રહી છે. આની રિઝર્વ પ્રાઈઝ 1 લાખ રુપિયા રાખવામાં આવી છે અને તમારે આમાં 5 હજાર રુપિયાથી વધારે બોલીની શરુઆત કરવાની રહેશે. બોલી લગાવવા માટે આપને પહેલા 10 ટકા અર્નેસ્ટ મની તરીકે જમા કરાવવા પડશે. આ બંન્ને ગાડીઓ દિલ્હીના નંબરની છે.

જો તમે મારુતિ  Swift Dzire ખરીદવા ઈચ્છો છો તો તમે બેંકની નીલામીમાં ભાગ લઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. કોર્પોરેશન બેંક ઓક્ટોબર 2014 મોડલની સ્વીફ્ટ ડીઝાયર નીલામ કરી રહી છે. આની રિઝર્વ પ્રાઈઝ 1.35 લાખ રુપિયા રાખવામાં આવી છે. આ કાર લેવા માટે અર્નેસ્ટ મની તરીકે તમારે 13500 રુપિયા ભરવાના રહેશે.

કોર્પોરેશન બેંક એક મારુતી ઈકો ગાડી પણ નીલામ કરી રહી છે. આનું મોડલ સપ્ટેમ્બર 2013નું છે. આની રિઝર્વ પ્રાઈઝ 1.50 લાખ રુપિયા રાખવામાં આવી છે જ્યારે નીલામીની શરુઆત ઓછામાં ઓછા પાંચ હજાર રુપિયા વધારીને કરવાની રહેશે.

આ તમામ ગાડીઓની નીલામી 26 ઓક્ટોબરના રોજ સવારે 11.45 વાગ્યાથી શરુ થઈને 1.15 વાગ્યા સુધી ચાલશે. જો તમે પણ બોલીમાં ભાગ લેવા ઈચ્છી રહ્યા છો તો તમારે અર્નેલ્ટ મની સાથે 26 ઓક્ટોબર 2018ના રોજ સાંજે 5 વાગ્યા પહેલા એપ્લાય કરવું પડશે.

જો તમે નીલામીમાં ભાગ લેવા ઈચ્છો છો તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. આના માટે તમારે httpss://bankauctions.in પર લોગ ઈન કરવાનું રહેશે. હોમ પર પેજ પર સૌથી નીચે આપવામાં આવેલા અલગ અલગ બેંકોના આઈકમાં કોર્પોરેશન બેંકના આઈકન પર ક્લિક કરવું. અહીંયા તમે કાર મામલે સર્ચ કરી શકો છો. અહીંયા એ વાત યાદ રાખવી કે બેંક દ્વારા નીલામીમાં અન્ય વસ્તુઓ જેવીકે મકાન, ફ્લેટ અને પ્લોટ પણ રાખવામાં આવ્યા છે. પરંતુ જો તમારે કારની નીલામીમાં ભાગ લેવો હોય તો પ્રત્યેક લિસ્ટેડ આઈટમ મામલે વાંચવાનું રહેશે.