નાના વેપારીઓને સસ્તા દરે લોન આપશે આ બેંક, જાણો વિગતો

0
1299

અમદાવાદઃ  નાના કદના વેપારીઓને સસ્તા વ્યાજ દરે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ જે વેપારીનું સિબિલ સારું હશે તેમને ઓછા વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું છે. બેંકે લોન આપવા માટે સિબિલ એમએસએમઈ રેન્કને આધાર બનાવ્યો છે.

સીએમઆર 1 થી 10 સુધી સ્કેલ પર એમએસએમઈની ક્રેડિટ હિસ્ટ્રીના આધાર પર તેને રેંક પ્રદાન કરે છે જેમાં સીએમઆર-1 સૌથી ઓછા જોખમ વાળા એમએસએમઈ માટે સર્વોત્તમ રેંકિંગ હોય છે અને સીએમઆર-10 સૌથી વધારે જોખમ વાળા એમએસએમઈની રેંકિંગ હોય છે. સીએમઆર જેટલું ઓછું હશે એમએસએમઈના એનપીએ થવાની સંભાવના તેટલી જ ઓછી થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર બેંક ઓફ બરોડા વ્યાપારને આગળ વધારવા અને લોનને વધારે સરળ બનાવવામાં ઈનોવેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અધિકારીક સુત્રએ જણાવ્યું કે અમે સિબિલ સ્કોરના આધારે હોમ લોન પર જોખમ આધારિત પ્રાઈઝિંગ પ્રદાન કરનારા ભારતના પ્રથમ બેંકોમાંથી એક હતા અને હવે અમે સિબિલ એમએસએમઈ રેંકના આધાર પર એમએસએમઈ લોન પર જોખમ આધારિત પ્રાઇઝીંગ પ્રદાન કરનારા અગ્રણી બેંકો પૈકી એક છીએ.

આ પોલિસીના આધાર પર ઓછા સીએમઆર વાળા એમએસએમઈને બેંક ઓફ બરોડાથી 1 વર્ષના એમસીએલઆર પર 0.05 ટકા વધારે વ્યાજદર પર લોન મળી શકે છે. સીએમઆર આધારિત પ્રાઈઝિંગથી અમને જોખમોનો વધારે સારી રીતે ઉકેલ લાવવામાં મદદ પ્રાપ્ત થશે અને એમએસએમઈ માટે લોનના સારા અવસરો પણ ઉપ્લબ્ધ થશે.